________________
૧ ૨
ચુત ઉપાસક રમણભાઈ
સાથે અમારા વિસ્તારમાં અમે રાતને વખતે પત્રિકાઓ પહોંચાડી આવતા. એ વખતે પત્રિકાઓનું બંડલ અમારા મકાનમાં આવતું. કોઇક એક ગુપ્ત સ્થળે તે મૂકી જતું. ત્યારે એ બંડલ ખોલીને સૌથી પહેલું કામ પત્રિકા વાંચવાનું હું કરતો. રોજેરોજના સમાચાર એની અંદર આપવામાં આવતા હતા. સામાન્ય રીતે જે સમાચાર છાપવા ઉપર પ્રતિબંધ હોય એવા સમાચાર એમાં છપાતા, કોઇકની ધરપકડ, ક્યાંક સભા-સરઘસ હોય કે ક્યાંક ધ્વજવંદન થયું હોય એવા સમાચાર એમાં આપવામાં આવતા. એ વાંચીને વાચકો ઘણો રોમાંચ અનુભવતા. સાથે સાથે કોઇકનું લખાણ પણ હોય. તે ઘણું ઉદ્બોધક અને શૌર્ય પ્રેરક હોય. આ બધું રોજેરોજ વાંચવાથી અમારા જેવા છોકરાઓમાં પણ રાષ્ટ્રીય ભાવનાની જાગૃતિ આવી હતી.
પત્રિકાઓના વાંચન પછી કેટલેક સમયે હું પુસ્તકોના વાંચન તરફ વળ્યો. પુસ્તક ખરીદીને ઘરમાં વસાવી શકાય એટલી ત્યારે મારી શક્તિ નહોતી. પુસ્તકો રાખવા માટે નાનકડાં ઘરમાં એટલી જગ્યા પણ નહોતી. વળી એવી ત્યારે પ્રથા પણ નહોતી. પુસ્તક તો ગ્રંથાલયમાંથી લાવીને વાંચવાનું હોય એવો ખ્યાલ ત્યારે પ્રવર્તતો. મારા મોટાભાઈ સ્વ. વીરચંદભાઈને પુસ્તકો વાંચવાનો શોખ હતો. તેઓ ગ્રંથાલયમાંથી પુસ્તકો લાવે. તેના ઉપર હું નજર નાખતો. આઝાદીની લડતના દિવસો હતા. એટલે મોટાભાઈ ગાંધીજીની આત્મકથા, તથા કાકા કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ વગેરેનાં, ગુજરાત વિદ્યાપીઠ અને નવજીવનના પ્રકાશનો ઘરે લઈ આવતા. એ દિવસોમાં ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો ઠેર ઠેર વંચાતી. ગાંધીજી તો સમગ્ર ભારત માટે આદર્શરૂપ નેતા હતા. હું ગાંધીજીની પ્રાર્થનાસભાઓમાં જતો. એમની આત્મકથાએ મારા ચિત્ત ઉપર ઘણાં ઊંડા સંસ્કાર પાડ્યા હતા.
શાળામાં અભ્યાસ દરમિયાન ચિત્રકલા મારો પ્રિય વિષય રહ્યો હતો. વર્ગમાં ચિત્રકલાના વિષયમાં સૌથી વધુ માકર્સ મને મળતા અને તે વિષયમાં મારો પહેલો નંબર રહેતો. રોજ સાંજે પાંચ વાગે શાળા છૂટ્યા પછી ચિત્રકલાના અમારા શિક્ષક શ્રી રાહલકર મને તેમજ કેટલાક વિદ્યાર્થીઓને બે કલાક ચિત્રકલાની વિશેષ તાલીમ આપતા. એ વખતે મુંબઈ ઇલાકામાં સરકાર તરફથી શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્રકલાની પરીક્ષા લેવાતી. એ પરીક્ષા માટે અમને કેટલાક વિદ્યાર્થીઓને રાહલકર સર સારી રીતે તૈયાર કરતા. સરકાર દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org