________________
શ્રુત ઉપાસક રમણભાઈ
મારી જીવનયાત્રાનું શબ્દસંબલ
n રમણલાલ ચી. શાહ
સંબલ એટલે ભાતું. યાત્રા સારી રીતે કરવી હોય તો માણસે સુપથ્ય, સુરૂચિપૂર્ણ સંબલ પણ પૂરતા પ્રમાણમાં સાથે રાખવું જોઈએ. કેટલાક ગ્રંથો જીવનયાત્રામાં સંબલરૂપ નીવડે છે.
આજે શબ્દનો ઉપયોગ કેટલો બધો વધી ગયો છે ! માનવજીવનના વિકાસમાં શબ્દનું યોગદાન અનન્ય છે. આરંભમાં સંકેત રૂપ રહેલા ધ્વનિઓ કાળક્રમે બોલાતા અને શ્રવણગોચર બનતા શબ્દોમાં રૂપાંતરિત થતા ગયા. લિપિનો વિકાસ થયા પછી તો સ્થળ અને કાળને અતિક્રમવાની શબ્દની શક્તિ અનહદ વધી ગઈ.
૧૧
શબ્દસમૂહ દ્વારા ગ્રંથરચનાની પ્રવૃત્તિ ઠેઠ પ્રાગૈતિહાસિક કાળથી ચાલતી આવી છે. ભવિષ્યમાં પણ તે સતત ચાલતી રહેશે. પ્રત્યેક યુગમાં કેટલીયે અનોખી તેજસ્વી પ્રતિભા શબ્દ દ્વારા, કૃતિ દ્વારા અભિવ્યક્ત થતી આવી છે. એવી કેટલીયે કૃતિઓએ કેટલાયનાં જીવનમાં ઘણું મોટું પરિવર્તન આણ્યું છે.
મેં વાંચવાનું ક્યારે શરૂ કર્યું એનું પાકુ સ્મરણ નથી, કારણકે શાળાના આરંભનાં વર્ષોમાં રમતગમત અને ચિત્રકલાનો જેટલો શોખ હતો તેટલો વાંચનનો નહોતો. અમારા દિવસોમાં અને એમાં પણ અમારી શાળામાં હોમવર્ક જેવું ખાસ નહોતું. શીખવવાની પદ્ધતિ પણ ત્યારે એવી હતી કે વિદ્યાર્થી વર્ગમાં જ બધી તૈયારી કરી લે. વિદ્યાર્થીઓ કેટલું જાણે છે કે શીખ્યા છે તે શિક્ષકો પ્રશ્નોત્તરી દ્વારા ચકાસી લેતા. કેટલુંક કંઠસ્થ કરવાની પદ્ધતિ પણ ત્યારે પ્રચલિત હતી. શાળામાંથી છૂટ્યા પછી રમવાનું જ હોય એવો ખ્યાલ બાલપણમાં ત્યારે અમારો હતો.
૧૯૪૨ માં Quit india ની ચળવળ શરૂ થઈ એ વખતે મારી ઉંમ૨ ૧૪-૧૫ વર્ષની હતી. સભા-સરઘસમાં ભાગ લેવાનો ઉત્સાહ કુદરતી રીતે જ ત્યારે બધા વિદ્યાર્થીઓમાં હતો. એ દિવસોમાં મુંબઈમાં હાથે લખેલી અને સાઇક્લોસ્ટાઇલ કરેલી પત્રિકાઓ ઘેર ઘેર પહોંચાડવા માટે ઘણુંખરું નાનાં નાનાં છોકરાઓને પસંદ કરવામાં આવતાં. તેવું કામ કેટલોક વખત મેં પણ કરેલું. બીજા મિત્રો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org