________________
શ્રુત ઉપાસક ૨મણભાઈ ફુવારો કહું.
સાહેબ બડે કંજૂસ થે, અંતરના ખજાનામાંથી પોતે જાતે ગુણો કાઢીને આપણને ક્યારેય બતાવ્યાં નથી.
સાહેબ સાથેનો મારો પરિચય લગભગ ત્રીશેક વર્ષથી. અને એઓશ્રીના જીવનસંગિની પૂ તારાબેન સાથે એઓશ્રીનો સહવાસ ત્રેપન વર્ષથી. પ્રાપ્ત લેખો જેમ જેમ હું અને પૂ. તારાબેન વાંચતા ગયા, એમ અમે બન્ને આશ્ચર્યમાં ગરકાવ થતા ગયા, સાહેબના આટલા બધાં સદગુણો ! અમને ખબરેય ન પડવા દીધી! એટલે જ તો તારાબહેન કહે, ‘તમે વ ભત ન ચ વિપ્રયોગઃ ! ભવોભવ તમે જ મારા પતિ હો !' અને તારાબેનના બા પણ કહે કે એમને પણ ભવોભવ સાહેબ જેવા જ જમાઈ મળો !
પિતા તરીકેની પૂરી ફરજો બજાવીને માત્ર પિતા જ ન બની રહેતા, પણ સાહેબ સર્વદા એમના પરમ મિત્ર બની રહેતા એટલે પૂ. સાહેબના સંતાનો પણ જન્મજન્માંતર આવા પિતા પ્રાપ્ત થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના
કરે.
પ. પૂ. શ્રી વિજય યશોદેવ સૂરિશ્વરજી રમણભાઇને “મોબાઇલ જ્ઞાન ભંડાર કહી નવાજે, તો પ. પૂ. વિજય ચંદ્રોદય સુરિજીને સાહેબ જ્ઞાનના મર્મોદ્ધારક લાગે, અને પૂ. મુનિશ્રી જંબુવિજયજી સાહેબને સમન્વયવાદી કહે, ૫.પૂ. આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિજીને સાહેબ સર્વત્ર શુભદર્શી જણાય. પૂ. આચાર્ય વિજય મુનિચંદ્રસૂરિને ૨. ચી. શાહના જવાથી એક શ્રદ્ધાળુ અને જ્ઞાની પુરુષની ખોટ સાલે છે. ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી સાહેબને જ્ઞાનારાધક સુશ્રાવક શ્રાવકરત્ન કહે, પંન્યાસ પૂ. નંદીઘોષ વિજયજી સાહેબના જ્ઞાન સભર વક્તવ્યના શબ્દોને અંતરમાં વાગોળે, પૂ. મુનિશ્રી જયભદ્ર વિજયજી અને એઓશ્રી સાથેના અન્ય મુનિ ભગવંતો રમણભાઈને પાલીતાણામાં ઓછા સમય માટે, મળ્યા એનો અફસોસ વ્યક્ત કરે, પૂ. મુનિ હિતવિજયજી રમણભાઈને ક્યારેય ન મળ્યા હતા. માત્ર અક્ષરદેહથી પ્રભાવિત થઇને રમણભાઈને જ્ઞાનાચારના આરાધક કહે. પૂ. ડૉ. તરુલતા મહાસતીજી અને અન્ય પૂ. મહાસતીજીઓ એઓ સર્વેને પીએચ.ડી. માટે રમણભાઈ દ્વારા પ્રાપ્ત થયેલ માર્ગદર્શન માટે પોતાના હૃદયના ઋણ ભાવો અહોભાવ સાથે વ્યક્ત કરી અને અને કોને વંદનીય એવા પૂ. શ્રી રાકેશભાઈ ઝવેરી તો હૈયાના ઉમળકાથી રમણભાઈને “મારા સર’ કહી પોતાને પ્રાપ્ત થયેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org