________________
શ્રત ઉપાસક ૨મણભાઈ
સાહેબ સુગંધનો ફુવારો
I ડૉ. ધનવંત તિ. શાહ (પ્ર. જી. તા. ૧૬ જાન્યુ. ૨૦૦૬ : તંત્રીલેખ)
ક્ષમા કરજો.
આપના કરકમળમાં આ અંક તા. ૧૬ ડિસેમ્બર, ૨૦૦૫ના બદલે, આજે ૧૬ જાન્યુ. ૨૦૦૬ના અર્પણ કરીએ છીએ.આ અંકને સંયુક્ત અંક સમજવા વિનંતિ.
નવેમ્બર ૧૬ ના અંકમાં અમોએ જણાવ્યું હતું કે ડિસેમ્બર-૧૬ નો અંક “ડૉ. રમણલાલ શાહ સ્મરણાંજલિ” અંક તરીકે પ્રગટ થશે અને સાથો સાથ સર્વ પૂજ્ય મુનિ ભગવંતો, વિદ્વાન મહાનુભાવો અને સ્વજનોને વિનંતિ કરેલ કે તા. ૩૦-૧૧-૨૦૦૫ પહેલાં અમને પોતાનાં સ્મરણો અને ભાવો લખી મોકલે.
પરંતુ ૧૫ દિવસમાં એ શક્ય કઈ રીતે બને ? તારીખ લંબાવવાના વિનંતી પત્રો મળતા ગયા અને સાથો સાથ પ્રત્યેક દિવસે લેખો મળતા રહ્યાં, સતત, અવિરત.
દેશ-પરદેશથી સતત આવતા ૧૩૫ લેખો અને અનેક પત્રોએ આ અંકને દળદાર બનાવી દીધો, સાહેબના આંતરિક જીવન જેવો, સાહેબના અક્ષર જીવન જેવો.
જે વ્યક્તિ ગુણભક્તિ કરે છે, એને સર્વ પ્રથમ તો પોતાને જ લાભ થાય છે, પોતાનો આંતર-બાહ્ય વિકાસ થાય છે જ, પરંતુ જે વ્યક્તિ આવી ગુણભક્તિ શબ્દો દ્વારા અન્યો સમક્ષ પ્રસ્તુત કરે છે ત્યારે એ અન્યને પોતાના જીવન વિકાસ માટે પ્રેરક બને છે. આમ, પોતાના વિકાસ સાથે અન્યની સેવાનો પણ એને લાભ મળે છે.
આવી ગુણભક્તિ કરતી વખતે વ્યક્તિ ભક્તિ ભલે કેન્દ્રસ્થાને હોય, પણ એ તો નિમિત્ત માત્ર છે, ઉજાગર તો થાય છે પ્રેરક ભાવ. એ પ્રેરકભાવ વ્યક્તિથી સમષ્ટિ સુધી અને આગળ વધતા વિશ્વ કલ્યાણ તરફ વિસ્તરે છે.
પૂ. રમણભાઈ વિશે જેમ જેમ લેખો પ્રાપ્ત થતાં ગયાં તેમ તેમ એઓશ્રીના ગુણોનું આકાશ ઊઘડતું ગયું અને વિસ્તરતું ગયું. એટલે તો હું સાહેબને સુગંધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org