________________
આ સંદર્ભે વિશ્વવિખ્યાત જર્મન લેખક ફ્રાન્ઝ કાફકાની વાત યાદ આવે છે. વીસમી સદીને આરંભે યુરોપના જે કેટલાક લેખકોએ ઉમદા સાહિત્ય સર્જીને આધુનિક ક્રાન્તિને જન્મ આપ્યો, તેમાં ફ્રાન્ઝ કાફકાનું નામ અગ્રસ્થાને છે. પ્રાગમાં જન્મેલા અને ઊછરેલા આ લેખક વીમા કંપનીના વકીલ તરીકે કામ કરતા હતા. પણ નોકરીથી તે સંતુષ્ટ નહોતા. તેમને સાહિત્ય સર્જનમાં વધારે રસ હતો. ઘરની સ્થિતિ સાધારણ. નોકરી કરવી જ પડે. અધુરામાં પૂરું તેમને ક્ષયની બીમારી લાગુ પડી. તેમ છતાં લખવાનું ચાલુ જ રાખ્યું પણ લખેલું પ્રકાશિત કરાવવામાં ઉદાસીન. જ્યારે ક્ષયરોગ અંતિમ તબક્કામાં પહોંચ્યો ત્યારે તેમણે લખેલી નોટબુકો મિત્ર મેક્સ બ્રોડના હાથમાં સોંપીને કહ્યું કે વાંચીને બધું સળગાવી દેજે. અંતરંગ મિત્રે કાફકાની ઈચ્છા વિરુદ્ધ બધું જ સાહિત્ય વાંચીને એક પછી એક પ્રકાશિત કર્યું અને જગતને એક મહાન સર્જકનો પરિચય થયો.
અમારે ભાગે પણ એક મહાન આત્માનો પરિચય કરાવવાની જવાબદારી આવી છે. જે વ્યક્તિના બાહ્યાંતર જીવનને આંશિક રીતે જ લોકો જાણતા હતા તેમને સમગ્રતયા રજૂ કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે. પૂ. રમણભાઈના પરિચયમાં આવેલી બસો જેટલી વ્યક્તિઓએ તેમના કોઈ ને કોઈ પાસા વિશે લખ્યું છે. બહુમુખી પ્રતિભા ધરાવનાર રમણભાઈની સંપૂર્ણ ઓળખ આપવી અઘરી છે. તેમ છતાં અહીં રજૂ થયેલા બસો જેટલા લેખોમાં મુ. રમણભાઈની જે મનોહારી છબી ઉપસે છે તે જાણવા જેવી છે અને માણવા જેવી છે. આ લખાણો વાંચતા વાંચતા એવી લાગણી થાય કે આપણે રમણભાઈને કેટલું ઓછું જાણતા હતા! તેઓ મુઠ્ઠી ઊંચેરા માનવી હતા તે તો આટલા બધા માનવીઓએ તેમને આપેલા “સર્ટિફિકેટ' મારફતે જ જાણી શકાય !
પોતાના પૂર્વસૂરિઓ પાસેથી પ્રેરણા તથા માર્ગદર્શન લઈ પૂ. રમણભાઈએ શ્રી મુંબઈ જેન યુવક સંઘ તથા તેના મુખપત્ર “પ્રબુદ્ધ જીવનને નવી દિશા તથા નવા લક્ષ્યો તરફ ગતિમાન કર્યું. આમાં તેમણે વિદ્રોહી વૃત્તિ તથા પ્રવૃત્તિનો સહેજ પણ આશરો લીધો નથી બલ્ક બધાને સાથે લઇને તેમણે સર્વસ્વીકૃત “એજન્ડા' તૈયાર કરી અનોખી ભાવાત્મક એકતા સિદ્ધ કરી. જેન ધર્મ તથા તત્ત્વજ્ઞાનને આત્મસાત કરી વર્તમાન સમયને અનુરૂપ તેનું અર્થઘટન કરી તેને લોકભોગ્ય રીતે રજૂ કરીને તેનો પ્રભાવ વધાર્યો. તેમના તંત્રીપદ હેઠળ “પ્રબુદ્ધ જીવન' ખૂબ જ ચેતનવંતુ બન્યું. તે એક અનોખી વૈચારિક ક્રાન્તિને વર્યું એમ
२४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org