________________
સહુને આશ્ચર્યચકિત કરી દીધા હતા!
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે તેમણે પ્રતિવર્ષ અધ્યાપક મિલન યોજવાની ઉમદા પરંપરા શરૂ કરી. આમાં મુંબઈ યુનિવર્સિટી તથા એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીના દોઢસો જેટલા અધ્યાપકો ભાગ લેતા. ગુજરાતી ભાષા-સાહિત્યને લગતા વિવિધ વિષયો વિશે તેમાં ચર્ચા-વિચારણા થતી. આ રીતે બૃહદ્ મુંબઈની તમામ કોલેજોમાં ભણાવતા અધ્યાપકોનો સંપર્ક કરી તેમને નિમંત્રિત કરવા, સ્થળ પસંદ કરી અન્ય વ્યવસ્થાઓ કરવી, એ બધું બહુ ઝંઝટનું કામ કહેવાય. પણ રમણભાઈ કુશળ વહીવટકર્તા હતા. તેથી આ કામ કુશળતાથી પાર પાડતા. પોતાના વિષય પ્રત્યેની આ પ્રકારની પ્રતિબદ્ધતા બહુ ઓછા અધ્યક્ષોમાં જોવા મળે. અધ્યાપક મિલનની જેમ જ તેમણે જૈન સાહિત્ય સમારોહ યોજવાની ઉમદા પરંપરા શરૂ કરી જે આજપર્યત અવિરત ચાલુ છે.
આ ગ્રંથમાં સંગ્રહિત બસો જેટલાં લેખોમાં વિપુલ વૈવિધ્ય જોવા મળશે. મુ. રમણભાઈના અંગત સ્વજનોથી માંડીને તેમના પરિચયમાં આવેલી દેશ-વિદેશની અનેક વ્યક્તિઓએ પોતાની લાગણીને વાચા આપી છે. કોઇએ સુદીર્ઘ લેખરૂપે તો કોઈકે પત્ર પ્રતિભાવ રૂપે. થોડાંક લખાણો હિંદી તથા અંગ્રેજીમાં પણ છે. અમને તેના અનુવાદ કરવાની જરૂર નથી લાગી. આ તમામ લખાણોનું વિભાગીકરણ કરીએ તો પ્રથમ તો તેમની સાથે કૌટુમ્બિક સંબંધથી જોડાયેલી વ્યક્તિઓના લખાણો. પૂ.રમણભાઈનો શ્રી મુંબઈ જેન યુવક મંડળ તથા પ્રબુદ્ધ જીવન' સાથેનો દાયકાઓનો ઘનિષ્ઠ સંબંધ. એને લીધે સંબંધથી બંધાયેલી વ્યક્તિઓના લેખો. આમાં સંઘના કર્મચારીગણનો પણ સમાવેશ થાય છે. પૂ. રમણભાઈએ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. ત્યાં એન.સી.સી.ની તાલીમ લઈ મેજર બન્યા અને અનેક વિદ્યાર્થીઓને તાલીમ આપી, તેથી જ પૂ. તારાબેને નોંધ્યું છે કે તેમને શસ્ત્રો અને શાસ્ત્રોના જાણકાર પતિ મળ્યા! પછી તેઓ મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. આ રીતે અધ્યાપક તરીકેની તેમની કારકિર્દીને લીધે સેંકડો વિદ્યાર્થીઓ તથા સહકાર્યકરોના પરિચયમાં તેઓ આવ્યા. સફળ અને સ્નેહાળ અધ્યાપક હોવાને લીધે તેઓ વિદ્યાર્થીઓ વધારે લોકપ્રિય બન્યા. તેમની લોકપ્રિયતાને લીધે જ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એક વિદ્યાર્થીના ભેજામાં પહેલી એપ્રિલ નિમિત્તે ઊગેલી ટીખળવૃત્તિનો તેઓ ભોગ બન્યાનું પૂ. તારાબેને તેમના
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org