________________
કાલેલકરના પુસ્તકો, “જીવનનો આનંદ”, “જીવન સંસ્કૃતિ', “જીવન વિકાસ” અને “જીવન ભારતી'ની મારા જીવન ઉપર ઘણી મોટી અસર થઈ.”
પૂ. રમણભાઈના જીવનમાં સમગ્રતયા જોવા મળતા જીવનલક્ષી અભિગમ માટે બીજા પણ અનેક પરિબળો જવાબદાર હશે જ પણ તેમાં કાકા સાહેબ કાલેલકરનો ફળો નાનો-સૂનો નહીં હોય. બીજી પણ એક વાતમાં કાકાસાહેબ જોડે રમણભાઈનું સામ્ય જોઈ શકાય. કાકાસાહેબની જેમ જ રમણભાઈ પણ નિત્યના પ્રવાસી હતી. બંને જણા રખડવાનો આનંદ વહેંચવામાં માનતા હતા. રમણભાઈએ બીજા પણ એક ગ્રંથના પોતાની પર પડેલા વ્યાપક પ્રભાવની વાત ભારપૂર્વક નોંધી છે. પૂ. પુણ્યવિજયજી મહારાજના સંપર્કમાં આવ્યા પછી તેમણે મધ્યકાલીન જેન રાસાકૃતિઓનો અભ્યાસ કર્યો. તેમણે “નલ દમયંતીની કથાનો વિકાસ' એ વિષય પર શોધનિબંધ લખી મુંબઈ યુનિવર્સિટીની પી.એચડી.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી ડૉ. હરિવલ્લભ ભાયાણીની ભલામણથી આચાર્ય હેમસાગરસૂરિએ કુવલયમાળા'ના અનુવાદનું કામ તેમને સોંપ્યું. તેમને મતે પ્રાકૃત ભાષાનો એ એક અદ્ભુત ગ્રંથ છે. પ્રાકૃત વાંચતા તેમને અનેરો આનંદ તો આવ્યો પણ એની સાથે એ ગ્રંથે જૈન ધર્મના સૂક્ષ્મ સિદ્ધાંતો સમજવાની તેમને પ્રેરણા આપી. તેમના શબ્દોમાં કહીએ તો, “કુવલયમાળા' ગ્રંથ દ્વારા મારા જીવનમાં એક નવો ઉઘાડ થયો.”
રમણભાઈની જીવનની ફિલસૂફી તથા તેમની જીવનની ગતિવિધિ માટે આ રીતે બે પરિબળોને જવાબદાર ઠેરવી શકાય. ગાંધીદર્શન અને જેનદર્શન. તેમની નિર્ચાજ સરળતા અને સાદગી તથા વાણી-વ્યવહારની પારદર્શિતા તથા માનવીય પ્રતિબદ્ધતા આ બધાંનો પ્રેરણાસ્ત્રોત ઉપરોક્ત દર્શનમાં જોઈ શકાય. જૈન સાહિત્યનો તેમનો ઊંડો અભ્યાસ તેમના અનેક શિષ્યો માટે પ્રેરણારૂપ તથા પીએચડી.ની ઉપાધિનું નિમિત્ત બન્યો. અધ્યાપકોમાં જ નહીં, સાધુ-સાધ્વીના સમુદાયમાં પણ તેઓ આ માટે જાણીતા થયા. તેમ છતાં એવું તો ન જ કહી શકાય કે તેઓ જૈન સાહિત્યના જ અભ્યાસી હતા. એમ.એ.ની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવવા બદલ બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક મેળવનાર રમણભાઈ અધ્યાપક તથા પી.એચડી.ના માર્ગદર્શક તરીકે જૈનેતર સાહિત્યમાં પણ એટલા જ માહેર હતા. એકવાર અંધેરીની ભવન્સ કૉલેજમાં યોજાયેલા “અધ્યાપક મિલન'માં તેમણે “એબ્સર્ડ થિયેટર' ઉપર અભૂત પેપર રજૂ કરીને ઉપસ્થિતિ
२९
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org