________________
ક્ષેત્રોના માણસોએ તેમનો જયકાર કર્યો છે, કારણ તેઓ મુઠ્ઠી, ઊંચેરા માનવી
હતા.
ધર્મના તત્ત્વ તથા સત્ત્વને પિછાણવું, તે એક વાત થઈ, તેને મન, વચન અને કર્મથી જીવી જાણવું એ બીજી વાત છે. ઊંચો બોધ આપનારા ક્યારે નીચ આચરણમાં સરી પડે એ કહેવાય નહિ. મૂલ્યોમાં માનવું, મૂલ્યોની પ્રતીતિ થવી એ સારી વાત છે. પણ પછી આચાર-વિચાર-વ્યવહારમાં ‘મૂલ્ય-નિષ્ઠા’ જાળવવાની આવે ત્યારે પાછીપાની કરવાનો અવસર આવે એ એક સાધારણ વાત છે. માનવીય નબળાઈને વશ થવાનું પણ માણસના નહીં તો કોના નસીબમાં લખાયું હોય છે ? ટૂંકમાં ધર્મને જાણવો અને જીવનમાં તેને જીવી જાણવો એ સહેલી વાત નથી. પણ એનો અર્થ એ નથી જ કે એ માટેના પ્રયત્નોની દિશા બંધ કર દેવી. સુજ્ઞ માણસ, વ્યવહારને અનુલક્ષીને ધર્મનું યથાયોગ્ય અર્થઘટન કરી તેના તત્ત્વને પામવા મથે છે. સમય જતાં આચાર, રૂઢિઓ બદલાઈ જતાં હોય છે. પણ એની પાછળનો ભાવ તથા ભાવના જળવાઈ રહે તે માટેની કાળજી હોય છે. પ્રત્યેક માણસ ધર્મને પોતાની રીતે સમજીને પોતાની એક આચારસંહિતા નક્કી કરે છે. આમાં જેની ધર્મની સમજ વધારે સાચી અને વ્યાપક, તેટલી તેની આચારસંહિતા વધારે અણીશુદ્ધ.
જ
પૂ. રમણભાઈને જેઓ પ્રત્યક્ષ જાણતા હતા તેમને સહુને એ વાતનો ખ્યાલ હતો જ કે તેઓ સદ્વિચાર, સચન તથા સર્વ્યવહા૨ના માણસ હતા. કોઈનું પણ ક્યારેય તેમણે અમંગલ વાંછ્યું હોય, કોઈની સાથે અભદ્ર વાણીમાં વાત કરી હોય કે કોઈની સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોય એવું કોઈને જોવા ન મળ્યું હોય. તેમની આ વર્તણુંક તેમની ધર્મ પ્રેરિત માનવીય પ્રતિબદ્ધતામાંથી તૈયાર થઈ હતી. જૈન ધર્મના તમામ અંગ-ઉપાંગોનું જ્ઞાન ધરાવતા હતા. તેથી તેનો જ્યાં, જે રીતે પણ અમલ થાય તેનો તેઓ પ્રયત્ન કરતા. પણ આમાં તેમનામાં એક ખુલ્લાપણું હતું. પોતાની માન્યતા લાદી દેવાની કે પોતે જે વિચારે છે કે આચરે છે તેનો બીજાઓ પણ અમલ કરે એવા વિચાર પરિગ્રહથી તેઓ પર હતા. તેથી જ તેમનાં વિચાર-વાણી તથા વ્યવહારનો પ્રભાવ બીજાઓ ઉપર વધારે પડતો હતો. રમણભાઈ વધારે લોકોમાં સ્વીકાર્ય બન્યા. તેમાં તેમની ૠજુ, સહજ અને સરળ અભિવ્યક્તિ કારણભૂત હતી. બીજી રીતે કહીએ તો તેમની પારદર્શિતા એ જ તેમની સ્વીકૃતિનું રહસ્ય હતું.
२७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org