________________
લેખમાં નોંધ્યું છે. ગુરુ તરીકે સારું અને સાચું શિક્ષણ આપવાનું કામ તો તેમણે કર્યું જ. પણ અંગત સમસ્યાઓના ઉકેલ માટે જેને માટે જે જે કરવાની તેમને જરૂર લાગી તે કર્યું. કેટલાય વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી. પીએચડી.ના ગાઈડ તરીકે કેટલાંયે વિદ્યાર્થીઓની ડૉક્ટરેટના તેઓ નિમિત્ત બન્યા. તેમના હાથે અઢાર જેટલા વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ મળી હોવાનું મુ. તારાબેને નોંધ્યું છે. આ સંખ્યા કંઈ નાની સૂની ન કહેવાય. સ્વાભાવિક છે કે તેમના આ વિશાળ ચાહકોમાંથી ઘણાં બધાએ મુ. રમણભાઈને આદરાંજલિ આપી છે.
મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ હતા, તે સાથે અધિકારી વિદ્વાન પણ હતા. તેથી પૂ. રમણભાઈને અન્ય અનેક યુનિવર્સિટીના વિદ્વાનો જોડે પરિચયમાં આવવાનું બન્યું. અભ્યાસ–મંડળના સભ્ય તરીકે કે પછી અન્ય કોઈ રીતે તેમને બીજી યુનિવર્સિટીના અધ્યક્ષો તથા અધિકારી વિદ્વાનો જોડે સંપર્કમાં આવવાનું થતું. તેઓ પોતે પ્રતિ વર્ષ યોજાતા જૈન સાહિત્ય સમારોહનું આયોજન કરતા. તેથી પણ તેમને અનેક વિદ્વગણનો પરિચય થતો. આમાંથી ઘણાં જોડે તેમને કૌટુંબિક સંબંધ બંધાયો હતો. ઉમાશંકર જોશી, પંડિત સુખલાલજી, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, બચુભાઈ રાવત જેવા અનેક વરિષ્ઠોની પ્રીતિનું ભાજન બન્યા. અહીં આ ગ્રંથમાં પ્રા. જશવંત શેખડીવાળા, ડૉ. ગૌતમ પટેલ, ડૉ. રણજીત એમ. પટેલ-અનામી', ડૉ. બળવંત જાની, ડૉ. નરેશ વેદ, ડૉ. રમણલાલ જોશી જેવા અનેક વરિષ્ઠ વિદ્વાનોએ પૂ. રમણભાઈના વ્યક્તિત્વ તથા કૃતિત્વને બિરદાવતા લેખો લખ્યા છે. આયુષ્યનું શતક પૂરું કરી ચૂકેલા વરિષ્ઠ વિદ્વાન કેશવરામ કા. શાસ્ત્રીએ પણ તેમને વિશે પ્રેમપૂર્વક લખ્યું છે. મા. કે. કા. શાસ્ત્રી જ્યારે પૂનામાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બન્યા ત્યારે ત્યાં યોજાયેલા સાહિત્ય સંમેલનમાં રમણભાઈએ માન્યવર કે. કા. શાસ્ત્રીનો રસાત્મક પણ હળવી શૈલીમાં પરિચય આપેલો. જેની ઉમાશંકર જોશી જેવા માન્યવરોએ નોંધ લીધેલી. ખુદ કે. કા. શાસ્ત્રી પણ તેનાથી રાજી થયેલા. તેથી રમણભાઈ વિશે તેમણે અત્રે અહીં આ ગ્રંથમાં લખ્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ યોજાતી વ્યાખ્યાનમાળામાં મુંબઈમાંથી તેમજ બહારગામથી પણ અનેક વક્તાઓને બોલાવવામાં આવતા જે કોઈ વક્તાઓ એમાં આવે તે અહીંથી સુખદ સ્મૃતિ લઈને જાય. આવા, ગુણવંત શાહ જેવા અનેક પ્રતિષ્ઠિતોએ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org