________________
તમે રમણભાઈને જોયા, જાણ્યા હોય તો (કે તેમ ન હોય તો પણ) તમને ખરેખર જ થશે કે રમણભાઈ આવા મજાના માણસ હતા ! આ પ્રકારની કોઈ ને કોઈ વિશિષ્ટતા પોતાના લખાણમાં પ્રગટ કરનાર પ્રત્યેક લેખકના અમે ઋણી છીએ. આ ગ્રંથમાં લેખને અંતે પ્રત્યેક લેખકનો પરિચય આપવાની અમારી તૈયારી હતી, પણ સ્થળસંકોચને લીધે તેમ થઈ શક્યું નથી તેથી તે માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ.
આવા એક મજાના માણસનો, શબ્દો દ્વારા સત્સંગ કરવાની તક આપી તે બદલ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિ તથા સર્વે હોદ્દેદારોના અમે આભારી છીએ. વિશેષ કરીને આ સમગ્ર કાર્ય દરમિયાન પૂ. તારાબેન તથા શ્રી ધનવંતભાઈએ જે સાથ અને હૂંફ અમને આપ્યા છે તે ભૂલ્યા ભૂલાય એમ નથી. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયના તમામ માણસોનો પણ આ સાથે આભાર માનીએ છીએ. પુસ્તકના ટાઈપ સેટિંગનું કામ સમયસર પણ વ્યવસ્થિત રીતે કરી આપનાર, પ્રુફ રિડીંગમાં અપેક્ષા અનુસાર ત્વરિત સુધારા-વધારા કરી આપનાર અને પુસ્તક સુંદર અને સફાઈદાર બને એની પૂરેપૂરી કાળજી લેનાર અને મુદ્રણકળાના માહે૨ શ્રી જવાહરભાઈ શુક્લનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે.
આ ગ્રંથમાં જે કંઈ ક્ષતિઓ રહી ગઈ હોય તે અંગેની જવાબદારી સ્વીકારીને અમે તે અંગે ક્ષમા યાચીએ છીએ.
Jain Education International
પ્રા. કાન્તિ પટેલ મુખ્ય સંપાદક
શ્રીમતી નીરુબહેન સુબોધભાઈ શાહ શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ
શ્રીમતી પુષ્પાબહેન ચન્દ્રકાન્ત પરીખ સહ સંપાદકો
३४
For Private & Personal Use Only
www.jainelibrary.org