Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 5
________________ ૪ : જેનલને શ્રેણીઃ ૧-૩ યાત્રાના પ્રારંભના પવિત્ર અને મંગલમય દિવસ તરીકે ઉજવાય છે. જન્મ સમયે તેમનું નામ લક્ષ્મીનંદન રાખવામાં આવ્યું હતું, પરંતુ ચાર વર્ષની વયે તે બદલીને રાયચંદરાજચંદ્ર- એમ રાખવામાં આવ્યું, જે નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી જ શ્રીમને તેમના કુળ તરફથી વૈષ્ણવ ધર્મના સંસ્કાર મળ્યા હતા, કારણ કે તેમના દાદાજી કૃષ્ણભક્ત હતા. તેમની પાસેથી શ્રીમદ્જીએ કૃષ્ણભક્તિની ઘણી વાત સાંભળી હતી. અવારનવાર કથાપ્રસંગમાં જતા. તેમાં આવતી ચમત્કારની, મહંત કે ભેગી થવાની કે ભપકદાર મંડપમાં હરિકથા કહેવાની વૃત્તિ પણ તેમને કઈ કઈ વાર થઈ આવતી. બીજી બાજુ માતા દેવાબા જૈન ધર્મના સંસ્કાર લાવ્યાં હતાં. આમ બાળપણમાં તેમને ઉછેર વૈષ્ણવ અને જૈન સંસ્કારના મિશ્ર વાતાવરણમાં થયે. ગામમાં જે વણિક-વસ્તી હતી તે મોટાભાગે પ્રતિમા– અપૂજક હતી. વળી તે લેકે શુદ્ધિવાળી ક્રિયાઓ ન કરતા હોવાથી તથા જગત્કર્તામાં ન માનતા હોવાથી તે ધર્માવલંબીઓ પ્રત્યે તેમને વિશેષ ઉત્સાહ આવતે નહીં. આમ છતાં વાંચનની ખૂબ જ રુચિ હોવાને લીધે જ્યારે તેમણે જેનેના પ્રતિકમણાદિ સૂત્રેનું વાંચન કર્યું ત્યારે તેમાં આવતી સર્વ જી પ્રત્યેની દયાભાવના અને ક્ષમાપના દ્વારા પ્રગટ થત વિનય – આ બે ગુણે તેમના સંસ્કારી હૃદયને સ્પર્શી ગયા અને ધીમે ધીમે જૈન સૂત્ર” પ્રત્યે તેમને પ્રેમ વધતે ગયે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50