Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 17
________________ ૧૬ઃ જનન શ્રેણીઃ ૧-૩ જ મુખ્યપણે હતું એમ માની શકાય. વળી આત્માર્થને સાધનાર માટે ગૃહસ્થાશ્રમ સર્વથા બાધક છે એમ માનનાર માટે શ્રીમદ્દનું જીવન એક સ્પષ્ટ પડકારરૂપ છે. મોક્ષને ધોરીમાર્ગ અને પરોપકારની પ્રવૃત્તિને માર્ગ છે કે નિગ્રંથતામાં સર્વાગે સિદ્ધ થઈ શકે છે પણ તથારૂપ પ્રવર્તન ન બની શકે તે પ્રબુદ્ધ અને સાવધાન ગૃહસ્થ-સાધક ધર્મમાર્ગની આરાધના નિઃશંકપણે કરીને આત્મકલ્યાણ સાધી શકે છે તે પ્રગાત્મક બંધ આપણને શ્રીમદુના જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે, – માત્ર જરૂણ્યિાત છે સતત પ્રમાણિક પુરુષાર્થની અને દઢ ધર્મ-આરાધનાની. ચિંતન, મનન અને આત્મસાક્ષાત્કાર શ્રીમદ્દનું સમસ્ત વ્યક્તિત્વ ગંભીર ચિંતન અને સતત ધર્માભિમુખતાનું પ્રતિબિંબ હેવા છતાં સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યેના તેમના પ્રેમપૂર્ણ વ્યવહારનું પણ આપણને દિગ્દર્શન કરાવી જાય છે. બાળપણથી જ લાગેલી ઉન્નત જીવન જીવવાની ધૂન, જાતિસ્મરણજ્ઞાન, ગહન શાસ્ત્રાધ્યયન, વધતે જ વૈરાગ્ય, સત્’ના જ રટણ અને અનુભવની સતત ઝંખના, સતત સદ્ગુણેની વૃદ્ધિને પુરુષાર્થ અને સન્શાસ્ત્રો દ્વારા જાણેલાં તના અર્થનું ઉપશમભાવ સહિત અંતર્દષ્ટિપૂર્વક ઊંડું ચિંતન-મનન–આ બધાં વિવિધ સત્સાધના અનુષ્ઠાનથી વિ. સં. ૧લ્લામાં તેમને હું આત્મજ્ઞાનને પ્રકાશ થાય છે:

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50