Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 44
________________ શ્રીમ રાજયકક સિદ્ધ કે જિનેશ્વરસ્વરૂપનાં ચિંતવનરૂપી દર્પણથી આત્મસ્વરૂપનું ભાન થાય છે. તિક છંદ] સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહે, ભજીને ભગવંત ભવંત લહે. ૬. સુખ (૧) જગતમાં કોઈ એવું પુસ્તક વા લેખ વા કેઈએ સાક્ષી ત્રાહિત તમને એમ નથી કહી શકતો કે આ સુખને માર્ગ છે, વા તમારે આમ વર્તવું વા સર્વને એક જ ક્રમે ઊગવું; એ જ સૂચવે છે કે ત્યાં કંઈ પ્રબળ વિચારણા રહી છે. (૨) જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. જે સુખ ભયવાળાં છે તે સુખ નથી પણ દુઃખ છે. જે વસ્તુ પ્રાપ્ત કરવામાં મહા તાપ છે, જે વસ્તુ ભેગવવામાં એથી પણ વિશેષ તાપ રહ્યાં છે; તેમ જ પરિણામે મહા તાપ, અનંત શોક અને અનંત ભય છે; તે વસ્તુનું સુખ તે માત્ર નામનું સુખ છે, વા નથી જ. આમ હોવાથી તેની અનુરક્તતા વિવેકીઓ કરતા નથી. | (૩) અંતરમાં સુખ છે; બહાર શોધવાથી મળશે નહીં, અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલ. સમણ રહેવી બહુ દુર્લભ છે; નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે; ન થવા અચળ ગભીર ઉપયોગ રાખ. એ ક્રમ કંથાગ્ય સલા આવીશ તે તું મુંઝાઈશ નહીં. નિર્ભય થઈશ. (૪) માયિક સુપની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50