Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 42
________________ મદ્ રાજચ : ૪૧ સુંદર પ્રશ્નો થાય, જ્યાં ઉત્તમ જ્ઞાનધ્યાનની સુકથા થાય, જ્યાં પુરૂષનાં ચરિત્ર પર વિચાર બંધાય, જ્યાં તવજ્ઞાનના તરંગની લહરીઓ છૂટે, જ્યાં સરળ સ્વભાવથી સિદ્ધાંતવિચાર ચર્ચાય, જ્યાં મોક્ષજન્ય કથન પર પુષ્કળ વિવેચન થાય એવો સતસંગ તે મહાદુર્લભ છે. મોટા પુરુષોએ અને તેને લઈને અમે એ દ્રઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પિતાની સન્માર્ગને વિષે ગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોને સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ. કારણ એના જેવું પરમ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી અને સાંભળ્યું નથી. જીવ પિતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આથી આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તે જ્ઞાની પુરુષના લક્ષમાં હેય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે, માટે તેવા વિકલ્પ મૂકી દેવા. | સર્વ દુઃખથી મુક્ત થવાને અભિપ્રાય જેને થયે હેય, તે પુરુષે આત્માને ગવેષ, અને આત્મા ગવેષ હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનને આગ્રહ અપ્રધાન કરી સત્સંગને ગષો તેમ જ ઉપાસો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાને આત્મભાવ સર્વથા ત્યાગ. પોતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે, એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. * મિયાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઈન્દ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહી, અથવા સત્સંગ

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50