Book Title: Shrimad Rajchandra Author(s): Atmanandji Maharaj Publisher: Jaybhikkhu Sahitya TrustPage 40
________________ - શ્રીમદ રાજયન્તઃ ? કટ ૨. સર્વધર્મ સમભાવ ' (૧) તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. [ દેહરા ]. (૨) ભિન્ન ભિન્ન મત દેખીએ, ભેદ દષ્ટિને એહ; એક તત્ત્વના મૂળમાં, વ્યાખ્યા માનો તેહ. તેહ તત્ત્વરૂપ વૃક્ષનું, આત્મધર્મ છે મૂળ; સ્વભાવની સિદ્ધિ કરે, ધર્મ તે જ અનુકૂળ. (દોહરા) (૩) જાતિ વેષને ભેદ નહીં, કહ્યો માર્ગ હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. (૪) અમને તે બ્રાહ્મણ. વૈષ્ણવ ગમે તે સમાન છે. જેના કહેવાતા હોય, અને મતવાળા હેય તો તે અહિતકારી છે; મતરહિત હિતકારી છે. (૫) રૂઢિએ કંઈ કલ્યાણ નથી, આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં. ૩. માનવદેહ (૧) જ્ઞાનીઓ કહે છે કે એ (માનવ) ભવ બહુ દુર્લભ છે. અતિ પુણ્યના પ્રભાવથી એ દેહ સાંપડે છે; માટે એથી ઉતાવળે આત્મસાર્થક કરી લેવું. માનવપણું વિદ્વાને એને કહે છે કે, જેનામાં વિવેકબુદ્ધિ ઉદય પામી હોય. તે વડે સત્યાસત્યને નિર્ણય સમજીને પરમતત્વ, ઉત્તમ આચાર અને સત ધર્મનું સેવન કરીને તેઓ અનુપમ મેક્ષને પામે છે. મનુષ્યના શરીરના દેખાવ ઉપરથી વિદ્વાને તેને મનુષ્ય કહેતા નથી; પરંતુ તેના વિવેકને લઈને કહે છે. - કોઈ પણ અન્ય દેહમાં પૂર્ણ સદ્વિવેકને ઉદય થતું નથી અને મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. કેટલાક મૂર્ખ દુરાચારમાં,Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50