Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 49
________________ ૪૮ : જેની શ્રેણીઃ ૧-૩ () જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેનો મેહ ઉપશમ અથવા ક્ષય ન થયે, તે જ્ઞાન “અજ્ઞાન” કહેવા યોગ્ય છે. અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. [ચોપાઈ] જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તણા શંકા નહીં સ્થા૫; પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. (૬) સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. અને અસત્સંગ તથા અસ...સંગથી છવનું વિચારબિળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી...સર્વ પદાર્થનું સ્વરૂપ જાણવાને હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળપણું છે. જેટલું આત્મજ્ઞાન થાય તેટલી આત્મસમાધિ પ્રગટે. [દેહરા ] જબ જ નિજ રૂપકે, તબ જા સબ લેક; નહીં જા નિજ રૂપકે, સબ જાન્યો સે ફેક. (૮) હરિગીત] નહીં ગ્રંથમાંહી જ્ઞાન ભાડું જ્ઞાન નહિ કવિચાતુરી, નહિ મંત્રતંત્ર જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા કરી; નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળે, જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો.

Loading...

Page Navigation
1 ... 47 48 49 50