Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 47
________________ જઃ કેનાન તેણી: ૧-૩ -દષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે; તે પ્રતાપી પુરુષ જયવાન વર્તે. - આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. (૪) આ કાળમાં પુરુષનું દુર્લભપણું હેવાથી, ઘણે કાળ થયાં પુરૂષને માર્ગ, માહાસ્ય અને વિનય ઘસાઈ ગયા જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી, જીવને સપુરુષનું એાળખાણ તકાળ થતું નથી. ઘણું છે તે પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી કાં તે છ કાયના રક્ષપાળ સાધુને, કાં તે શાસ્ત્ર ભણ્યા હોય તેને, કાં તે કઈ ત્યાગી હોય તેને અને કાં તે ડાહ્યો હોય તેને પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. ૯ મુમુક્ષુ-આત્માથ-જિજ્ઞાસુ (૧) મુમુક્ષતા એ છે કે સર્વ પ્રકારની મહાસક્તિથી મુંઝાઈ એક “મેક્ષને વિષે જ યત્ન કરવો; અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મેક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણ અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષતા ન કહી શકાય. માટે વિચારવાની છે તે લક્ષ રાખી યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી, સદગુરુને વેગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળો એ અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. નિત્ય તે પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં ફરી ફરીને પુરુષાર્થ કરતાં તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે. વીતરાગ પુરુષના સમાગમ વિના, ઉપાસના વિના, આ જીવને મુમુક્ષતા કેમ ઉત્પન્ન થાય ? સમજ્ઞાન ક્યાંથી થાય ? સમ્યગ્દર્શન ક્યાંથી થાય? સમ્યગ્યારિત્ર ક્યાંથી થાય? કેમકે એ ત્રણે વસ્તુ અન્ય સ્થાનકે હેતી નથી.

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50