Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 45
________________ ૧ :: નાહન એકીઃ ૧-૩ . છોડયા વિના છૂટક થવાનો નથી; તે જ્યારથી એ વાકય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમને અભ્યાસ કર એગ્ય જ છે એમ સમજવું. ૫) દેહથી ભિન્ન, સ્વપરપ્રકાશક, પરમ જ્યોતિ સ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતર્મુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશો. | સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મેટે ચક્રવતી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહે! જ્ઞાનીઓએ તે તેથી વિપરીત જ સુખને માર્ગ નિર્ણત કર્યો કે કિંચિતમાત્ર પણ ગ્રહવું એ જ સુખને નાશ છે. વિષયથી જેની ઈન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્વ, ક્યાંથી પ્રતીતિમાં આવે? ૭. વૈરાગ્ય (૧) ગૃહકુટુંબાદિ ભવને વિષે અનાસક્ત બુદ્ધિ થવી તે વૈરાગ્ય છે. (૨) વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભોમિયો છે. (૩) સપુરુષ કરતાં મુમુક્ષુને ત્યાગ-વૈરાગ્ય વધી જવો જોઈએ. મુમુક્ષુઓએ જાગ્રત જાગ્રત થઈ વૈરાગ્ય વધારવો જોઈએ. પુરુષનું એક પણ વચન સાંભળી પિતાના વિષે દોષ હોવા માટે બહુ જ ખેદ રાખશે અને દોષ ઘટાડશે ત્યારે જ ગુણ પ્રગટશે. (૪) જ્ઞાન, વૈરાગ્ય સાથે અને વૈરાગ્ય જ્ઞાન સાથે હોય છે, એકલાં ન હોય. | (દેહરા) વૈરાગ્યાદિ સફળ તે, જે સહ આતમજ્ઞાન, તેમ જ આતમજ્ઞાનની પ્રાપ્તિ તણાં નિદાન. ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને જ્ઞાન; * અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન. (૫).

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50