Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 43
________________ અર?? જેવા શ્રેણી: ૧-૩ એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણું ન હોય તો ફળવાન થાય નહીં. જે એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અહ૫કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય. ૫. ભક્તિ અને ભક્તિમાર્ગ (૧) જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત-દિવસ તે અપૂવ જગ સાંભર્યા કરે તો સાચી ભક્તિ પ્રાપ્ત થાય...તે જ્ઞાની પુરુષનાં સવ ચારિત્રમાં ઐક્યભાવને લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માને ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. (૨) ઘણું ઘણા પ્રકારથી મનન કરતાં અમારો દ્રઢ નિશ્ચય છે કે ભક્તિ એ સર્વોપરી માર્ગ છે, અને તે પુરુષના ચરણ સમીપે રહીને થાય તો ક્ષણવારમાં મોક્ષ કરી દે તે પદાર્થ છે...જ્ઞાની પુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનને વિચાર કરવાથી તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જેવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાની પુરુષને આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. (૩) ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભક્તિથી અહંકાર મટે, સ્વછંદ ટળે અને સીધા માર્ગે ચાલ્યું જવાય; અન્ય વિકલ્પ મટે, આ એ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. (૪) શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ અનંત સિદ્ધની ભક્તિથી તેમ જ સર્વદૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, નિરાગી, સકળભયરહિત, સર્વજ્ઞ, સર્વદશી જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે. તલવાર હાથમાં લેવાથી જેમ શૌર્ય અને ભાંગથી નશો ઉત્પન્ન થાય છે, તેમ એ ગુણચિંતવનથી આભા સ્વરૂપાનંદની શ્રેણીએ ચઢતો. જાય છે. દર્પણ હાથમાં લેતાં જેમ મુખાકૃતિનું ભાન થાય છે તેમ

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50