Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 41
________________ :: જૈન શ્રેણી ૧-૩ અજ્ઞાનમાં, વિષયમાં અને અનેક પ્રકારના મદમાં મળેલ માનવદેહ વૃથા ગુમાવે છે. અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. એ નામના માનવ ગણાય, બાકી તો વાનરરૂપ જ છે. મોતની પળ નિશ્ચય આપણે જાણી શકતા નથી, માટે જેમ બને તેમ ધર્મમાં ત્વરાથી સાવધાન થવું. (૨) દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો. (૩) સર્વ પ્રાણુની અપવાદ સિવાય સુખ પ્રાપ્ત કરવાની જે ઈચ્છા, તે બહુ અંશે મનુષ્યદેહમાં સિદ્ધ થઈ શકે છે, તેવું છતાં તેઓ સુખને બદલે દુઃખ લઈ લે છે; એમ માત્ર મેહદષ્ટિથી થયું છે. (૪) ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જે જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર છે ! જેમણે પ્રમાદને ય કર્યો તેમણે પરમપદને જય કર્યો. ૪. સત્સંગ સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગ મળ્યો કે તેના પ્રભાવ વડે વાંછિત સિદ્ધિ થઈ જ પડી છે. ગમે તેવા પવિત્ર થવાને માટે સત્સંગ શ્રેષ્ઠ સાધન છે. સસંગને સામાન્ય અર્થ કેટલે કે, ઉત્તમનો સહવાસ ... આત્માને સત્ય રંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષને માર્ગ બતાવે તે મૈત્રી ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે. પુરુષોને સમાગમ એ પણ સત્સંગ છે. સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે. જ્યાં શાસ્ત્રોના

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50