Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 38
________________ શ્રીમદ્ રાજચન્દ્રઃ : ૩૭ અધ્યાત્મપ્રેમી સજજોએ, સમાજના સાચા હિતેચ્છુએએ, ભારતની અસ્મિતાના અગ્રેસરોએ, ગુજરાતી સાહિત્યકારોએ, જૈનધર્મના આરાધકેએ અને શ્રીમદુના અનુયાયી વગે આ વાતને ન વિસરવી જોઈએ કે જે પ્રમાણમાં આપણે શ્રીદયાનંદ સરસ્વતિ, શ્રીમોટા, મહર્ષિ દ્વય શ્રીરમણ અને શ્રી અરવિંદ, આચાર્ય શ્રી વિજયવલ્લભ કે શ્રીબુદ્ધિસાગરના વ્યક્તિત્વને સમાજમાં ઉપસાવ્યું છે, તે રીતે આ મહાપુરુષના વ્યક્તિત્વને ઉપસાવી શક્યા નથી. શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રીમેક્ષમાળા, અપૂર્વ અવસર, અને બીજા અનેક આધ્યાત્મિક પત્રો અને કાવ્યો દ્વારા આધ્યાત્મિક સાધકને, અને સમાજ તથા ધર્મની નીતિમત્તાના ધરણેને ઊંચે લાવવા નિષ્પક્ષપણે ઉચ્ચ કક્ષાનું સર્વતોમુખી માર્ગદર્શન આપનાર આ મહાપુરુષને ગમે તે કારણોસર આપણે યથાર્થ પણે ઓળખી શક્યા નથી અને તેથી તેમના ઉપદેશને યથાયોગ્ય લાભ પણ લઈ શકયા નથી. કેવળ ભાવુકતા કે કેવળ દેષદર્શનને બાજુમાં રાખી, ખરેખર મધ્યસ્થ થઈ, આપણે સૌ જે તેમને ઓળખીશું તે તે આપણને ઘણું લાભનું કારણ બનશે અને દૂર-સુદૂરના લેઓને પણ તેમણે બેઠેલા શાશ્વત સત્ય-સિદ્ધાંતની જાણ થવાની સાથે સાથે શાંતિ, પ્રેમ, સદગુણે પ્રત્યેને પ્રમોદ, વિચારેની સહિષ્ણુતા, સાત્વિકતા, સત્ય-અહિંસા અને વિશ્વબંધુત્વને સમાજમાં ફેલાવે થશે જે સૌ કોઈને કલ્યાણનું જ કારણ છે.

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50