Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 37
________________ :: જૈ ન શ્રેણી : ૧-૩ શ્રીમદે ઉત્તરમાં જણાવ્યું કે, “એક પળ પણ નકામે કાળ કાઢવે નહિ. કેઈ સારું પુસ્તક વિરાગ્યાદિની વૃદ્ધિ થાય તેવું વાંચવું, વિચારવું. એ કાંઈ ન હોય તે છેવટ માળા ગણવી. પણ જે મનને નવરું મેલશે તે ક્ષણવારમાં સત્યાનાશ વાળી દે તેવું છે. માટે તેને સદ્દવિચારરૂપ રાક આપે. જેમ ઢોરને કાંઈને કાંઈ ખાવાનું જોઈએ, દાણાને ટોપલે આગળ મુક્યો હોય તે તે ખાયા કરે છે, તેમ મન ઢેર જેવું છે. બીજા વિકલ્પ બંધ કરવા માટે સવિચાર રૂપ રાક આપવાની જરૂર છે. મન કહે તેથી ઊલટું વર્તવું, તેને વશ થઈ તણાઈ જવું નહિ, તેને ગમે તેથી આપણે બીજે ચાલવું.” ઉપસંહાર - આમ શ્રીમદ્ રાજચન્દ્રજીનું મુખ્ય વ્યક્તિત્વ આધ્યાત્મિક રહ્યું છે, અને તેમના ટૂંકા આયુષ્યને લીધે તેમને જીવન સંદેશ તેમના વિદ્યમાનપણમાં બહુજન સમાજ સુધી પહોંચી શક્યો નથી. પરંતુ આપણે એ ન ભૂલીએ કે તેઓ માત્ર એક મહાન સંત જ નહીં પણ એક પ્રબુદ્ધ કેળવણીકાર, જન્મજાત કવિ, લેકેત્તર સ્મરણશક્તિધારક, વિશિષ્ટ તર્કપટુતાના સ્વામી, અનેકવિધ અતીન્દ્રિય જ્ઞાનના અધિકારી, સમાજ સુધારક, અહિંસા–સત્યના પ્રયેગવીર અને પૂજારી, સ્ત્રીજાતિની સુધારણાના અને ભારતની સંસ્કૃતિના મહાન હિમાયતી અને સર્વધર્મ સમભાવના એક વિશિષ્ટ તિર્ધર હતા.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50