Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 35
________________ જ ઃઃ જૈન એ ઃ ૧-૩ છ મહિના થયા. રાંધણ છઠને દિવસ આવ્યે. તે દિવસે વિરજી દેસાઈ સાંજે બહારથી ઘેર આવ્યા ત્યારે ખાળમાંથી નીકળેલ સર્પ તેમને કરડવો. સર્પનું ઝેર ઉતારવા ઘણી મહેનત કરી, પણ ઝેર ઊતર્યું નહિ, ત્યારે દેસાઈએ કહ્યું, નવા ઉપચાર કરી મારે ચેવિહાર ભંગાવશે નહિ. મને તે કહેનારે એ વાત કહી દીધી છે.” પ્રામાણિકતા એક વખત શ્રી ત્રિભુવનદાસ ભાણજી અને શ્રીમદ્ મુંબઈમાં હાઈકોર્ટ પાસેના બેન્ડસ્ટેન્ડ તરફ ફરવા ગયા હતા. ત્યારે ત્રિભુવનભાઈએ એમને પ્રશ્ન કર્યો હતો કે, “એક જેન તરીકે પ્રામાણિકપણું કેવું હોવું જોઈએ?” એના ઉત્તરમાં શ્રીમદે હાઈ કેર્ટને બુરજ દેખાડી તેમને કહ્યું કે, “પેલી દૂર જે હાઈ કોર્ટ દેખાય છે, તેની અંદર બેસનાર જજનું જે પ્રામાણિકપણું હોય તેના કરતાં જૈનનું પ્રામાણિકપણું ઓછું તે ન જ હોવું જોઈએ. એટલે કે એનું પ્રામાણિકપણું એટલું બધું વિશાળ હોવું જોઈએ કે તે સંબંધી કેઈને પણ શંકા ન થવી જોઈએ, એટલું જ નહિ પણ તે અપ્રામાણિક છે એમ કેઈ કહે તે સાંભળનાર તે વાત સાચી પણ ન માને, એવું તેનું પ્રમાણિકપણું સર્વત્ર જાણીતું દેવું જોઈએ.”

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50