Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 34
________________ આ સીમ શચન્દ્રઃ ઃ ૩૩ : શ્રીમદે તેમને જણાવ્યું, “બાપુ, આજે ઘી લઈને ફરવા જવાનું માંડી વાળે.” ઘણું કહેવા છતાં બાપુ માન્યા નહિ, ફરવા ગયા. બહાર ગામ પહોંચ્યા ત્યાં તે ઘડીએ તેફાન શરૂ કર્યું અને તેમને પછાડ્યા. ખબર પડતાં ચાર જણે તેમને ફાળમાં ઊંચકી ઘેર લાવ્યા, પણ થોડા સમયમાં તેમનું મરણ થયું. છ મહિના પછી પરણુજે શ્રીમદ્ વીરજી દેસાઈ નામના એક ભાઈને કાકા કહેતા. તેઓ બન્ને એક વખત સાંજે ફરવા ગયા હતા, ત્યારે શ્રીમદે દેસાઈને પૂછયું કે, “કાકા, મારા કાકીને કાંઈ થાય તે તમે બીજીવાર પરણે ખરા?” દેસાઈએ કાંઈ જવાબ ન આપે. થોડા દિવસ બાદ દેસાઈનાં પત્ની મરણ પામ્યાં. - ત્યાર પછી સાથે જવાને ફરીથી એક પ્રસંગ આવ્યો ત્યારે શ્રીમદે દેસાઈને પૂછયું, “કાકા, તમે હવે પરણશે?” દેસાઈએ જવાબ ન આપતાં માત્ર મેટું મલકાવ્યું. શ્રીમદે કહ્યું, “કાકા, તમે પરણવાને વિચાર કરતા હો તે તે છ માસ પછી રાખજે.”

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50