Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 32
________________ કેટલાક પ્રેરક પ્રસંગ શાંતિને પ્રભાવ ખંભાતના શ્રી છોટાલાલ માણેકચંદ વગેરે સાથે એક વખત શ્રીમદુ ધર્મજથી વીરસદ જતા હતા. રસ્તામાં એક સાંકડી કેડી આવી. તે પરથી બધા પસાર થતા હતા. તે વખતે તેઓએ તે કેડી પર સામેથી બે સાંઢને લડતા લડતા આવતા જોયા. સામેથી ધસી આવતા સાંઢને જોઈને બીજા સર્વેને ગભરાટ છૂટક્યો, પણ શ્રીમદે બધાને જણાવ્યું કે સાંઢ નજીક આવશે ત્યારે શાંતિ થઈ જશે. પરંતુ ભયને લીધે છોટાભાઈ વગેરે સાથીઓ પાસેના ખેતરમાં છુપાઈ ગયા. માત્ર શ્રીમદ્ અને તેમની પાછળ શ્રી સૌભાગભાઈ તથા ડુંગરશીભાઈ શાંતિથી આગળ વધ્યા. બન્ને સાંઢ નજીક આવતાં જ શાંત બની ઊભા રહી ગયા, અને બધા શાંતિથી પસાર થઈ ગયા. આત્માની ચિંતા એક જિજ્ઞાસુએ શ્રીમદ્દને પ્રશ્ન કર્યો : “પૃથ્વીને શાસ્ત્રમાં સપાટ કહી છે અને હાલમાં ધકે ગોળ કહે છે, તેમાં ખરું શું?” શ્રીમદે સામે સવાલ પૂછળ્યો : “તમને સપાટ હોય તે ફાયદો કે ગેળ હોય તે ફાયદે?” જિજ્ઞાસુએ કહ્યું: “હું એ જ જાણવા માગું છું.” શ્રીમદે પૂછયું : “તમે તીર્થકર ભગવાનમાં શક્તિ વધારે માને છે કે હાલના શેધકેમ?”

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50