Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 31
________________ ૩૦ : જેના શ્રેણી ૧-૩ છે શ્રી રેવાશંકર જગજીવનદાસ ઝવેરી, જેઓએ શ્રી પરમકૃત પ્રભાવક મંડળની વ્યવસ્થા ઘણાં વર્ષો સુધી સંભાળી હતી. * શ્રી મનસુખભાઈ રવજીભાઈ મહેતા, જેઓ શ્રીમદુના નાના ભાઈ હતા. જીવનની માત્ર છેલ્લી અવસ્થામાં જ તેઓ શ્રીમદુને કંઈક અંશે ઓળખી શક્યા. શ્રીમદ્ સાહિત્ય પ્રગટ કરવામાં તેમણે મુખ્ય અને પ્રશંસનીય કહી શકાય તેવું કાર્ય કર્યું. * શ્રી ત્રિભવન માણેકચંદ જેઓ ખંભાતના એક અગ્રગણ્ય - મુમુક્ષુ હતા. * શ્રી ઝવેરભાઈ શેઠ જેઓ શ્રીમની કવિઠાની એકાંત ચર્ચા વખતે તેમની સેવામાં રહેતા. * શ્રી જેસીગભાઈ ઉજમશી જેઓ “ક્ષમાળા પ્રગટ કરવામાં સહાયક થયા હતા અને જેઓના વંશજો હજુ સુધી સારી રીતે શ્રીમના ભક્ત-ઉપાસક રહ્યા છે. આ ઉપરાંત સર્વશ્રી મતીચંદ ગિરધર કાપડિયા, લહેરચંદભાઈ ખીમજી દેવજી, વ્રજલાલભાઈ શંકરભાઈ ડુંગરશીભાઈ છોટાલાલ માણેકચંદ, વિનયચંદ્ર પોપટભાઈ દફતરી, અનુપચંદ મલકચંદ વગેરે સજજને ઉપર પણ શ્રીમને ઠીક ઠીક પ્રભાવ પડ્યો હતે.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50