Book Title: Shrimad Rajchandra Author(s): Atmanandji Maharaj Publisher: Jaybhikkhu Sahitya TrustPage 23
________________ ૨૨ : જૈનાદન શ્રેણી ૧-૩ દેહાધ્યાસને તથા અન્યને દઢતાપૂર્વક અપરિચિય કરતા જેથી સંયમી અને ત્યાગી જીવન સંપૂર્ણપણે અને સહજ રીતે અંગીકાર કરી શકાય. ઉત્તરસંડાના જંગલમાં, કાવિઠામાં તથા ઈડરમાં તેઓ જે રીતે ઉગ્ર એકાંતચર્યામાં રહેતા તે પ્રસંગે મુમુક્ષુઓએ ઉલ્લેખ કર્યો છે જેમાં રાત્રે પિતાની સાથે કેઈ ને પણ ન રહેવાની આજ્ઞા આપવી, પથારીને ઉપગ ન કર, એક જ વસ્ત્રને અને એક જ આહારને પ્રયાગ કરે, પગરખાં ન વાપરવા, ડાંસ–મચ્છર, ઠડીગરમી વગેરે સમભાવે સહન કરવાં અને મૌન-ધ્યાન માટે એકાંતે નિર્જન પ્રદેશમાં રહેવું વગેરે મુખ્ય હતાં. વર્ષના ચાર, છે કે અધિક માસ સુધી મુંબઈથી બહાર સતતપણે સાધના-ક્ષેત્રમાં સત્સંગઅસંગદશાની સાધના અર્થે રહેવું, રેલવેની ટિકિટના પૈસા પણ પિતાની પાસે ન રાખવા, ગૃહવ્યવહારના પ્રસંગમાં બને ત્યાં સુધી ન જવું, પત્રવ્યવહારાદિ પરમાર્થ સિવાય ભાગ્યે જ કરે અથવા સંક્ષેપમાં કરો ઈત્યાદિ અભ્યાસ દ્વારા વિ. સં. ૧૯૫૫માં તેઓએ વ્યાપારાદિને ત્યાગ કરી માતા પાસે દીક્ષા જીવનની માગણી કરી, પણ બીજા વર્ષે જ તેમના શરીરે તેમને સહકાર આપવાનું છોડી દેતાં વિઘ્ન ઊભું થઈ ગયું અને વિ. સં. ૧૯૫૭માં તે તેમને દેહવિલય થયે. નિવૃત્તિસાધનાના આ તબક્કા દરમિયાન તેઓની મુખ્ય સ્થિતિ નીચેના ગામમાં રહી ગત ચતર પ્રદેશઃ કાવિઠા, આણંદ, નડિયાદ, ઉત્તરસંડા, : વસે, ખેડા, રાળજ, વડવા, ખંભાત.Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50