Book Title: Shrimad Rajchandra Author(s): Atmanandji Maharaj Publisher: Jaybhikkhu Sahitya TrustPage 27
________________ ર૬ઃ જૈન દર્શન. એવી ઃ ૧-૩ વિ. સં. ૧૯૯રમાં ખૂબ શાંત સમાધિભાવથી અગાસ આશ્રમમાં તેઓને દેહોત્સર્ગ થયે, જ્યાં તેમનું સ્મારક બનાવવામાં આવ્યું છે. [૩] શ્રીમદ્દ અને શ્રી અંબાલાલભાઈ: મૂળ ખંભાતના વતની અને શ્રી. જૂઠાભાઈ દ્વારા શ્રીમદ્ભા સંપર્કમાં આવેલા આ સજ્જન જિજ્ઞાસુએ સેવાથી, ભક્તિથી, પ્રશંસનીય ક્ષયપશમથી અને વૈરાગ્યથી આત્મકલ્યાણની ઉચ્ચ શ્રેણી પ્રાપ્ત કરી. વારંવાર તેઓની નિશ્રામાં અનેક મુમુક્ષુઓ શ્રીમદ્દને બેલાવતા અને સૌ શ્રીમદુના અપૂર્વ બેધને લાભ મેળવતા. તેમની તીવ્ર સ્મરણશક્તિને લીધે શ્રીમદ્દ તેમને શાસ્ત્રના કે પ2ના ઉતારા કરવા માટે આપતા. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની રચના નડિયાદ મુકામે વિ. સં. ૧૫રના આસો વદ એકમની સાંજે થઈ, ત્યારે શ્રી મની પાસે ફાનસ લઈ ઊભા રહેનાર શ્રી અંબાલાલભાઈ જ હતા. આત્મસિદ્ધિના જે અર્થ “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં છપાયા છે તેનું લેખન પણ શ્રી અંબાલાલભાઈ એ જ કર્યું હતું, અને પાછળથી તે શ્રીમદ્દની દષ્ટિ નીચેથી પણ પસાર થયું હતું. “શ્રીમદ્ રાજચંદુ’ ગ્રંથમાં લભગભ ૧૨૭ જેટલા પત્રો શ્રી અંબાલાલભાઈ ઉપર લખાયેલા છે જે તેમની શ્રીમદ્દ સાથેની ઘનિષ્ટતા સૂચવે છે. શ્રીમદ્દના દેહાવસાન પછી તેમનું સાહિત્ય એકત્રિત કરવામાં અને વ્યવસ્થિતPage Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50