Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 15
________________ : જૈન શ્રેણી ૧-૩ મોટાભાઈ શ્રી પોપટલાલભાઈની સુપુત્રી ઝબકબેન સાથે તેઓ વિ. સં. ૧૯૪૪ના મહા સુદ બારસને દિવસે લગ્નગ્રંથિથી જોડાય છે. - શ્રીમને બાળપણથી જ ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર સારી રીતે દઢ થયા હતા, તે આપણે આગળ જોઈ ગયા છીએ. આમ તેમની જિજ્ઞાસા ધર્મ પ્રત્યે વિશેષ હેવા છતાં તેઓ યથાસમયે સમભાવથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. આમ કરવામાં તેઓશ્રીને ધર્મ-અર્થ-કામ-મેક્ષના પુરુષાર્થને અવિરુદ્ધપણે અનુસરવાનું યોગ્ય લાગ્યું હશે એમ માની શકાય. તે છતાં, પૂર્વકર્મની વિચિત્રતા અને તે વયે તેઓ સર્વસંગ-પરિત્યાગની અંતરંગ જિજ્ઞાસા છતાં તેને સ્વીકાર કરવાનો નિર્ણય નહેતા લઈ શક્યા તે સ્પષ્ટ થાય છે. ગૃહસ્થાશ્રમ સ્વીકારીને પણ તેમનું લક્ષ આત્માર્થને ગૌણ કરતું નથી અને ધર્મભાવના કેવી રીતે વૃદ્ધિ પામે તેની રુચિ અને દષ્ટિને સતતપણે તેઓ વૃદ્ધિગત કર્યું જાય છે, અને આગલાં બે વર્ષોમાં તેઓના વ્યક્તિત્વમાં ત્યાગ, વૈરાગ્ય, નિર્લેપતા અને તત્ત્વજિજ્ઞાસા વર્ધમાન થતી દેખાય છે. આ બાબત તેઓએ તે સમય દરમિયાન લખેલા અનેક પત્રમાં સ્પષ્ટ થાય છે? ક “ી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દૃષ્ટિથી કપાયું છે, પણ તે તેમ નથી જ.”

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50