Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 20
________________ શ્રીમદ્ રાજચન્હ : : ૧૯ પ્રથમ તબક્કો : આ તબક્કા દરમિયાન તેમના પુરુષાર્થને અવરોધક ઘણે વિપરિત કર્મોદય હતું તેથી પ્રગતિ પણ તેટલા પ્રમાણમાં મંદ ગતિથી જ થઈ શકે તેમ હતું. યથા – ત્યાં આવ્યો રે ઉદય કાર, પરિગ્રહ કાર્ય પ્રપંચ રે; જેમ જેમ તે હડસેલીએ, તેમ વધે ન ઘટે એક પંચ રે ....ધન્ય૦ * “જેવી જોઈએ તેવી અસંગદશાથી વર્તાતું નથી અને મિથ્યા પ્રતિબંધમાં વાસ છે. માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ, કાં તમારા સંગને ઈચ્છીએ છીએ.” & “ઉપાધિન જોગ વિશેષ રહે છે. જેમ જેમ નિવૃત્તિના જોગની વિશેષ ઈચ્છા થઈ આવે છે, તેમ તેમ ઉપાધિની પ્રાપ્તિને જેગ વિશેષ દેખાય છે. ચારે બાજુથી ઉપાધિને ભીડે છે. કેઈ એવી બાજુ અત્યારે જણાતી નથી કે અત્યારે જ એમાંથી છૂટી ચાલ્યા જવું હોય તે કોઈને અપરાધ કર્યો ન ગણાય.” આમ અનેક વિપરિત સંજોગો હેવા છતાં આત્મજ્ઞાન અને વૈરાગ્યના બળ વડે તેઓ પોતાના પુરુષાર્થમાં જરા પણ ન્યૂનતા આવવા દેતા નથી, અને ખૂબ જ સાવધાનીથી આત્માની નિર્મળતા જળવાય અને વૃદ્ધિ પામે તેવી સાવધાની રાખ્યા કરે છે જેથી સંયમગ્રડણ પ્રત્યે ઉદ્યમવંત અની શકાય અને મૈત્રી, પ્રમેર આદિ પ્રગટેલી ભાવનાઓ. વિશેષપણે વૃદ્ધિગંત પામે.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50