________________
શ્રીમદ્ રાજચન્દ્ર
વીસમી સદીના પ્રથમ પંક્તિના આધ્યાત્મિક મહાપુરુષમાં જેમનું ગૌરવપૂર્ણ સ્થાન છે, તે શ્રીમદ્ રાજચંદ્રજીને જન્મ સૌરાષ્ટ્રના મેરબી રાજ્યના વવાણિયા ગામે થયે હતે. તે શુભ દિવસ કાર્તિક સુદ પુનમ, વિ. સં. ૧૯૨૪ની દેવદિવાળીને હતે. (રવિવાર તા. ૯-૧૧-૧૮૬૭)
તેઓના દાદાનું નામ પંચાણભાઈ મહેતા હતું. જેઓએ પાસેના માણેકપરા ગામમાંથી વવાણિયામાં આવીને વહાણવટાને અને શરાફનો ધંધો ચાલુ કર્યો હતે. શ્રીમદ્જીના માતાનું નામ દેવાબા અને પિતાનું નામ રવજીભાઈ હતું. ધાર્મિક સંસ્કારવાળા ભક્તિમાન અને સેવાભાવી દંપતીના સંદર્ભમાં બે કથાઓનું વર્ણન આવે છે ? પહેલી કથા છે એક વૃદ્ધ આડતિયાની અને બીજી કથા છે એક સંતફકીરની. આ બન્નેની તન-મન-ધનથી ખૂબ સેવાભાવસહિત આ દંપતીએ જે સેવા કરેલી તેથી પ્રસન્ન થઈ તેઓએ, એક પ્રતાપી પુરુષ તેમને ઘેર પુત્ર તરીકે જન્મશે એવા આશીર્વાદ આપેલા. આ બનાવ બન્યા પછી કેટલાક કાળે શ્રીમદ્જીને જન્મ દેવદિવાળીને શુભદિને થયે હતે. ગુજરાતના જિનસમાજમાં આ દિવસ કળિકાળસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના જન્મદિવસ તરીકે અને પાલીતાણાની