Book Title: Shrimad Rajchandra
Author(s): Atmanandji Maharaj
Publisher: Jaybhikkhu Sahitya Trust

Previous | Next

Page 10
________________ કિશોરાવસ્થાની અદૂભુત અને લોકપ્રભાવક સળથી વીસ વર્ષની વયમાં શ્રીમદ્ રાજચંદ્રની જે મુખ્ય વિશિષ્ટ શક્તિઓ ખીલી હતી તે નીચે પ્રમાણે છે: ૧. અવધાન-શક્તિ અવધાન એટલે અનેક કાર્યો ભૂલ વિના એકસાથે કરવાં અને યાદ રાખવાં. આ કાર્ય કરવા માટે વિશિષ્ટ સ્કૃતિ અને કેળવણી (training)ની આવશ્યકતા છે. સેળ વર્ષની ઉંમરે મેરબીમાં શ્રી શંકરલાલ ભટ્ટના અવધાનના પ્રયોગ શ્રીમદે પ્રથમ વખત નિહાળ્યા. પિતાની અદ્ભુત સ્મરણશક્તિ વડે તેમણે તે કરવાની વિધિ બરાબર જાણી લીધી અને બે દિવસ પછી બે હજાર માણસેની હાજરીમાં તેઓએ મોરબીમાં જ બાર અવધાનને પ્રયોગ બતા; જેથી કવિ, વિદ્વાન અને સાહિત્યકાર તરીકેની પ્રતિષ્ઠા ઉપરાંત અદ્દભુત સ્મરણશક્તિ માટે પણ તેઓ વિખ્યાત થયા. આ પછી અનુક્રમે જામનગરમાં સેળ અને બેટાદમાં બાવન અવધાન તેઓએ કરી બતાવ્યા હતા. બોટાદના આ સાવધાની શક્તિની ગણતરી કરી કઈ વિદ્વાને કહ્યું હતું કે આ પુરુષ એક કલાકમાં ૧૦૦થી પણ અધિક કલેકે સહેલાઈથી કંઠસ્થ કરી શકે. - શતાવધાન : ઓગણીસ વર્ષની વયે, તા. ૨૨-૧૧૮૮૭ ના રોજ સાંજના, મુંબઈની ફરામજી કાવસજી રા ૨ -

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50