________________
શ્રીમદ્ રાજથળ : : @
-
-
-
-
-
-
-
બાળક રાજચંદ્રની યાદશક્તિ ઘણી તીવ્ર હતી, તેથી એક જ વાર નિશાળમાં શીખવાથી તેમને પાઠ સ્મૃતિમાં રહી જતા. આ પ્રકારના પિતાના “એકપાકીપણાને નિર્દેશ, તેમણે “સમુચ્ચયવયચર્ચામાં કર્યો છે. આવી સ્મૃતિના પ્રભાવથી સાત વર્ષને અભ્યાસ તેમણે બે વર્ષમાં જ પૂરે કર્યો હતે.
પ્રખર અને બુદ્ધિશાળી વિદ્યાર્થી તરીકે તેઓએ વિદ્યાર્થીઓમાં ઘણી ચાહના મેળવી હતી. એકવાર શિક્ષકે તેમને ઠપકો આપતાં તેઓ નિશાળે નહેતા ગયા. બીજે દિવસે વિદ્યાથીઓએ શ્રીમને નિશાળમાં ન જોતાં તેઓ તેમને ઘેર ગયા અને સમાચાર મેળવી શ્રીમદ્ જયાં ખેતરમાં બેઠા હતા ત્યાં ગયા. આ બાજુ શિક્ષકે રાહ જોઈ પણ કઈ વિદ્યાર્થી નિશાળમાં આવ્યું નહીં તેથી માહિતી મેળવીને ખેતરમાં જ્યાં શ્રીમદ્ બેઠા હતા ત્યાં ગયા અને સમજાવીને તેમને પાછા લઈ આવ્યા.
વિદ્યા પ્રાપ્ત કરવાની અને નવી વસ્તુઓ વાંચવાની, જાણવાની અને શીખવાની તેમને ખૂબ જ જિજ્ઞાસા હતી.
બાળપણમાં ચમત્કૃતિઓના આવિર્ભાવ
૧. આઠ વર્ષની વયથી તેમણે કવિતા રચવાની શરૂઆત કરી હતી જે પાછળથી તપાસતાં સમાપ જણાઈ હતી. રામાયણ-મહાભારત ઉપર અનેક કડીઓ રચી હતી. આ વયમાં કવિત્વ એ તેમના સહજ-કવિપણા ( Born Poet)ને પૂરાવે છે.