Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 8
________________ નિવેદન કેટલાંક વર્ષ પહેલાં મુંબઈમાં ભાયખલામાં પ.પૂ. વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. લગભગ પોણા બસો વર્ષ પૂર્વે, શત્રુંજયની ટૂકમાં ભાયખલાના જિનમંદિરની રચના કરાવનાર શેઠ મોતીશાહના અદ્ભુત રસિક જીવનનું અવલોકન કરવાનો ત્યારે પ્રસંગ સાંપડ્યો હતો. એ વખતે “પ્રબુદ્ધ જીવનમાં “શેઠ મોતીશાહ' વિશે મેં બે સવિસ્તર લેખ લખ્યા હતા. એ વાંચીને અમારા સંઘના કેટલાક મિત્રોએ અને સમિતિના સભ્યોએ એવી ઇચ્છા પ્રગટ કરી કે શેઠ મોતીશાહનું સંક્ષિપ્ત જીવનચરિત્ર સંઘ તરફથી પુસ્તિકારૂપે પ્રગટ કરવામાં આવે તો ઘણાંને તે સુલભ થઈ શકે.. શેઠ મોતીશાહનું જીવન આશ્ચર્યમુગ્ધ કરી નાખે એવી કેટલીક ઘટનાઓથી સભર છે. એમનું જીવન કેટલું બધું ઉદાર અને ઉદાત્ત હતું તે આવા પ્રસંગો ઉપરથી જોઈ શકાય છે. શેઠ મોતીશાહની આ પુસ્તિકા માટે મેં સંપૂર્ણપણે આધાર સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાત “શેઠ મોતીશાહ' નામના દળદાર જીવનચરિત્રનો લીધો છે. સ્વ. મોતીચંદભાઈએ ઘણે ઠેકાણે જાતે ફરીને અને ઘણા જૂના દસ્તાવેજો મેળવીને તથા જાતે તપાસીને આ સવિસ્તર જીવનચરિત્ર તૈયાર કર્યું હતું, જે પ્રકાશિત થયેલું જોવા માટે તેઓ હયાત રહ્યા નહોતા. એમનું આ સંશોધનકાર્ય કોઈ પણ યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવીને પાત્ર ગણાય એવું છે. હાલ આ ગ્રંથ અપ્રાપ્ય છે. આ પુસ્તિકાના લખાણ માટે હું સ્વ. મોતીચંદ કાપડિયાનો અત્યંત ઋણી છું. સ્વ. શેઠ મોતીશાહના જીવન વિશેની આ પુસ્તિકા કોઈકને પણ પ્રેરણા આપશે તો મારો આ લેખન-પ્રયાસ સાર્થક ગણાશે. આ પુસ્તિકાના મુદ્રણકાર્યની વ્યવસ્થા કરી આપવા માટે ડૉ. શિવલાલ જેસલપુરા તથા શ્રી ગિરીશભાઈ જેસલપુરાનો હું આભારી છું. - રમણલાલ ચી. શાહ VII Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72