Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 67
________________ વડીલોએ ખીમચંદભાઈને સલાહ આપી કે નવો વેપાર-ધંધો ન કરતાં મૂડી જો વ્યાજે મૂકી દેવામાં આવે તો પણ કેટલીયે પેઢી સુધી ખૂટે નહિ એટલું ધન એમની પાસે છે. પરંતુ કેટલીક શ્રીમંત વ્યક્તિઓની બાબતમાં જેમ બને છે તેમ ખોટા, લુચ્ચા, સ્વાર્થી, ખુશામતખોર માણસો એમની આસપાસ વીંટળાઈ વળે છે અને પોતાનું વર્ચસ્વ જમાવી દે છે. એવે વખતે સાચી સલાહ ગમતી નથી અથવા સોબતીઓ ગમવા દેતા નથી. ખીમચંદભાઈની બાબતમાં પણ એમ જ બન્યું. મોટા મોટા સોદાઓ કરી પોતાના પિતા કરતાં પણ સવાયા ધનપતિ થવાની લાલચભરી યોજના મિત્રોએ રજૂ કરી અને ખીમચંદભાઈ એમાં લલચાયા અને ફસાયા. કેટલાંક વર્ષ વેપાર સારો ચાલ્યો. પોતે સારું ધન કમાયા. એમ કરતાં પંદરેક વર્ષ નીકળી ગયાં. દરમિયાન બે વાર ચીન જઈ આવેલા કોઈ એક કોંકણી મુસલમાને એમનો એટલો બધો વિશ્વાસ જીતી લીધો કે એના કહેવા પ્રમાણે જ ખીમચંદભાઈ વેપાર કરવા લાગ્યા હતા. થોડો વખત સારું ચાલ્યું, પણ પછી એના કહેવા પ્રમાણે ખીમચંદભાઈએ એકસામટો લાખો રૂપિયાનો માલ ચીન મોકલાવ્યો. આટલો બધો માલ એકસાથે આવી જતાં ચીની વેપારીઓ પણ લલચાયા. એમની વૃત્તિ બદલાઈ ગઈ. તેમની દાનત ખરાબ થઈ ગઈ. જો માલ ખરીદવામાં ન આવે તો તે પાછો હિંદ જવાનો નહોતો. એટલે વિલંબ કરી કરીને તેઓ બધો માલ હજમ કરી ગયા. ખીમચંદભાઈને એ માલના પૈસા મળ્યા નહિ. પરિણામે ન ખમાય એટલી મોટી આર્થિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72