Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 66
________________ સહાય કરી રહ્યો છે. પ્રતિષ્ઠાના આ દિવસો દરમિયાન એક માત્ર માઠી ઘટના બની હોય તો એટલી જ કે મોતીશાના અવસાન પછી એમનાં પત્ની દિવાળીબાઈની તબિયત ઘણી અસ્વસ્થ રહેતી હતી. એવી અત્યંત અસ્વસ્થ તબિયત છતાં તેઓ મુંબઈથી પાલિતાણા આવ્યાં હતાં પરંતુ પ્રતિષ્ઠાનો શુભ દિવસ તેઓ જોશે કે કેમ એની શંકા હતી. પ્રતિષ્ઠા પૂર્વે જ પાલિતાણામાં તેમનું અવસાન થયું, પરંતુ મોતીશાહની ભાવના અનુસાર અને શેઠાણી દિવાળીબાઈની ઇચ્છા તથા સૂચના અનુસાર પ્રતિષ્ઠાના ઉત્સવના રંગમાં ક્યાંય ભંગ પડવા દેવામાં આવ્યો નહોતો. પડતીના દિવસોમાં પ્રમાણિકતા શેઠ મોતીશાહ પોતાના એકના એક પુત્ર ૩૨ વર્ષની ઉંમરના ખીમચંદભાઈ માટે અઢળક ધન મૂકી ગયા હતા. શ્રીમંતાઈમાં લાડકોડમાં ઊછરેલા ખીમચંદભાઈમાં વેપારધંધો કરવા માટે મોતીશાહ શેઠ જેટલી સૂઝ, સમજ, કુનેહ, કાર્યદક્ષતા અને દીર્ધદષ્ટિ નહોતાં. ખીમચંદભાઈ સ્વભાવે ભોળા હતા, પણ પિતાની જેમ ઉદારદિલ, પ્રમાણિક અને ન્યાયનીતિવાળા હતા. તેમનું મન ધર્મ તરફ વળેલું હતું અને મધ્યાહૂન સુધી દેરાસરમાં તેમનો સમય પસાર થતો. સવાર- સાંજ સામાયિક, પ્રતિક્રમણ વગેરે કરવામાં પણ સમય જતો. એટલે વેપારધંધા તરફ એમણે પહેલેથી જ ખાસ લક્ષ આપ્યું નહોતું. મોતીશાહના અવસાન પછી એમના મિત્રો અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70 71 72