Book Title: Sheth Moti Shah Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 64
________________ ૫૩ વ્યવસ્થા કરવામાં આવી હતી. જુદા જુદા સંઘોના યાત્રિકોને જુદા જુદા રસોડે જમવાની ગોઠવણ હતી. સવારથી તે સાંજ સુધી રસોડાં ખુલ્લાં રહેતાં અને સૌ કોઈ ઇચ્છા મુજબ જમી શકતાં. દરેક રસોડે બુંદી અને ચૂરમાના લાડુના મોટા મોટા ઢગ રહેતા. લોકો એ ખાઈને ધરાઈ ગયા હતા. શેઠ ખીમચંદભાઈએ ગામ વચ્ચે વાંસનો પાંત્રીસ ફૂટ ઊંચો સ્તંભ કરાવ્યો હતો અને એ ‘ધર્મધ્વજ' ઉપર ધજા ફરકાવવામાં આવી હતી. એનો અર્થ એ હતો કે ગામમાં કોઈએ ચૂલો સળગાવવાનો નથી. સૌ કોઈને જમવા માટે ખીમચંદભાઈ તરફથી નિમંત્રણ છે. વ્યવસ્થા માટે સ્વયંસેવકો ઉપરાંત મુંબઈથી લશ્કરની પ્લેટૂન લેવામાં આવી હતી તથા અન્ય સ્થળેથી પણ ચોકિયાતો બોલાવવામાં આવ્યા હતા. આમ બધી જ રીતે વ્યવસ્થા અતિશય સુંદર કરવામાં આવી હતી. શેઠ અમીચંદ દમણી તથા અન્ય શ્રેષ્ઠીઓ અને બીજા કાર્યકર્તાઓએ જે આયોજન કર્યું હતું તે ખરેખર આયોજકો પ્રત્યે બહુમાનની લાગણી ઉપજાવે એવું હતું. ખાવાપીવાની કોઈ ખામી ન હતી. ચીજવસ્તુઓની કોઈ અછત નહોતી. ખર્ચની કોઈ મર્યાદા નહોતી. કાર્યકર્તાઓની કોઈ ખોટ નહોતી. રાતના વખતે તંબુઓ પાસે મશાલો સળગતી હોય ત્યારે જાણે કોઈ દૈવી વાતાવરણ હોય તેવો દેખાવ લાગતો હતો. આ પ્રતિષ્ઠા-મહોત્સવનું વર્ણન પંડિત શ્રી વીરવિજયજી મહારાજે ‘કુંતાસ૨ની પ્રતિષ્ઠાનાં ઢાળિયાં'માં સાત ઢાળમાં કર્યું છે. તેમાં તેઓ વર્ણવે છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72