Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 71
________________ SO માફ કરેલાં તે રકમ પણ જુદી. આજથી દોઢસો વર્ષ પૂર્વે કરેલું આવું સખાવતી કાર્ય એ જમાનાની દૃષ્ટિએ અજોડ માત્ર પૈસાની સખાવતો જ નહિ, વેપારની કુનેહ, કાર્યદક્ષતા, ત્વરિત નિર્ણય લઈ તરત અમલમાં મૂકવાની આવડત, કુટુંબ-પરિવારના સભ્યો અને નોકરચાકરો પ્રત્યે પ્રેમભર્યો વર્તાવ, અન્યનાં દુ:ખ કે સંકટના પ્રસંગે ઊભા રહેવાની તત્પરતા, ઋણમુક્ત થવાની ભાવના, ગરીબો પ્રત્યે હમદર્દી, બધી જ કોમનાં માણસો પ્રત્યે સદ્ભાવભર્યા સંબંધો, અનેકના વિશ્વાસ અને પ્રીતિના પાત્ર, અત્યંત સૌજન્યશીલ વિનમ્ર સ્વભાવ, પ્રમાણિકતા અને નીતિમત્તા, પારસીઓ અને વિદેશી ગોરા લોકોમાં પણ પોતાની સુવાસ પ્રસરાવનાર શેઠ મોતીશાહનું જીવન એક રસિક પ્રેરક દંતકથા જેવું બની ગયું હતું. વિવિધ પૂજાઓના રચયિતા પંડિત વીરવિજયજી મહારાજે ભાયખલાનાં અને શત્રુંજયની મોતીશાહની ટ્રકનાં ચોઢાળિયાં લખ્યાં અને લોકવર્ણમાં મોતીશાહ માટે ગીતો અને રાસડા ગવાવાં લાગ્યાં એ સર્વ એમની આદરયુક્ત લોકપ્રિયતાનાં ઘાતક છે. કોઈ મહાકાવ્યના નાયક જેવું એમનું ભવ્ય જીવન અનેકને માટે પ્રેરક અને અનુકરણીય છે. 0 0 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72