Book Title: Sheth Moti Shah Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 37
________________ નિયમ હતો. જિંદગીના છેલ્લાં વર્ષોમાં એમણે ત્યાં બંગલો બંધાવી તેમાં કાયમ રહેવાનું ચાલુ કર્યું હતું. શેઠ મોતીશાહને ધર્મકરણીમાં બહુ શ્રદ્ધા હતી એટલે કેટલીક ધર્મક્રિયાઓ તેઓ નિયમ તરીકે કરતા. મુંબઈમાં હોય કે બહારગામ હોય, તેઓ સવારમાં જિનમંદિરે પૂજા કરવા જવાનું ચૂકતા નહિ. તેઓ મહુવા, ઘોઘા, ખંભાત, ભરુચ કે સૂરત બંદરેથી ઘણી વાર વહાણમાં મુંબઈ આવવા નીકળતા. મુંબઈ પાસે અગાશી બંદરે પહોંચતાં સવાર થઈ જતું અથવા રાત પડી જતી અને ત્યાં કોઈ કોઈ વાર રાત્રિમુકામ કરવાની જરૂર પડતી. એટલે પોતાનો જિનપૂજા કરવાનો રોજનો નિયમ બરાબર સચવાય એટલા માટે એમણે અગાશી બંદરે દેરાસર બંધાવ્યું હતું. (ત્યારે અગાશીનો દરિયો આટલો દૂર નહોતો.) ગોરાઓ સાથે સંઘર્ષ મુંબઈમાં ત્યારે કોટ વિસ્તારમાં મુખ્ય વસ્તી ગોરાઓની હતી. બંદરની બાજુ ગોરા સૈનિકોને રહેવા માટે બેરાકો હતી. સુખી, શ્રીમંત જૈન, હિન્દુ, પારસી વગેરે લોકો કોટ વિસ્તારમાં રહેતા હતા. ગરીબ લોકો, ભંડારીઓ, માછીમારો કોટ બહાર છૂટાંછવાયાં ઝૂંપડાંમાં રહેતા. કોટમાં ગોરા લોકોના વિસ્તારમાં મોટી આગ લાગી હતી અને ઘણાં ઘરો બળી ગયાં હતાં. તે વખતે ગોરા લોકોએ પોતાની સરકાર સમક્ષ માગણી કરી હતી કે દેશી લોકોને કોટ બહાર કાઢવામાં આવે અને કોટ વિસ્તાર ફક્ત ગોરા લોકો માટે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72