Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 57
________________ ૪૭ પાલિતાણાનું વાતાવરણ સતત ગાજતું થઈ ગયું હતું. પાલિતાણાની વસ્તી કરતાં બહારથી આવીને કામ કરનારાઓની સંખ્યા વધુ હતી. તેઓ દરેકને રોજ અનાજ, ઘી, ગોળ વગેરે આપવા ઉપરાંત દૈનિક પગાર ચૂકવવામાં આવતો. આ ભવ્ય ટૂક માટે પાંચ હજારથી વધુ પ્રતિમાઓ ઘડવાનું નક્કી થયું હતું કે જેમાંથી ત્રણ હજાર સુંદર પ્રતિમાઓની પસંદગી થઈ શકે તથા અન્ય સંઘોને પણ આપી શકાય. એ માટે શિલ્પીઓને પાલિતાણામાં બોલાવી લાવવામાં આવ્યા હતા. શેઠ મોતીશાહની ભાવના એટલી ઊંચી હતી કે પથ્થરમાંથી પ્રતિમા ઘડતી વખતે પણ શિલ્પીઓ નાહીધોઈ, પૂજાનાં કપડાં પહેરી, મુખકોશ બાંધી, પ્રતિમા ઘડે. મુખમાંથી દુર્ગંધ ન આવે એટલા માટે દરેકને સવારે કેસર, કસ્તૂરીનો મુખવાસ આપવામાં આવતો. શૌચાદિ ક્રિયા ઉપરાંત વાછૂટ થાય તો પણ શિલ્પીઓએ ફરી સ્નાન કરી લેવાનું રહેતું. વળી રસોડામાં વાનગીઓ પણ એવી બનાવવામાં આવતી કે જેથી બહુ વાયુ ન થાય અને વાછૂટ ન થાય. વળી પ્રતિમાજીને ઘડતી વખતે ઊંધાં ક૨વાની કે બે પગ વચ્ચે દબાવવાની પણ મનાઈ હતી. રોઠ મોતીશાહે શત્રુંજય ઉપર ટૂંક બંધાવવાનું કાર્ય પૂરજોશમાં કરાવ્યું, પરંતુ છએક વર્ષ પછી એમની તબિયત લથડવા લાગી. એમની ઉંમર હજુ ત્રેપન વર્ષની હતી. એ દિવસોમાં વૈદકીય તપાસનાં એવાં સાધનો નહોતાં કે બીમારી કેવા પ્રકારની અને કેટલી ગંભીર છે તે તરત પકડી શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72