Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 56
________________ જોયો હતો કે કુંતાસરનો ખાડો પૂરી ત્યાં જિનમંદિર બાંધવું હોય તો તે ઘણાં વર્ષોનું કામ કહેવાય, કારણ કે ગાડામાર્ગે આરસ અને બીજા પથ્થરો લાવવા અને ડુંગર ઉપર ચઢાવવા એ ઘણું કપરું કામ હતું. પરંતુ એ કામ શક્ય તેટલાં ઓછાં વર્ષોમાં તેઓ પૂરું કરાવવા માંગતા હતા, કારણ કે એ દિવસોમાં માણસનું સરેરાશ આયુષ્ય પણ બહુ લાંબું ન હતું. શેઠે મંદિર ઝડપથી બંધાવવા માટે શત્રુંજય ઉપર ૧૧૦૦ કારીગરો અને ૩૦૦૦ જેટલા મજૂરોને કામે લગાડ્યા હતા. ખર્ચની સામે શેઠે પાછું વાળીને જોયું નહોતું. કુંતાસરનો ખાડો જો ફક્ત માટીથી પૂરીને તરત એના પર મંદિર બાંધવામાં આવે તો પાયો ઢીલો થઈ જાય, એવી દહેશતના કારણે એમણે છેક નીચેથી પથ્થરનું પુરાણ કરાવ્યું અને પાયો પણ એટલો નીચેથી લીધો કે જેથી દેરાસરને સેંકડો વર્ષ સુધી કોઈ આંચ ન આવે. ડુંગર ઉપર બધા પથ્થરો ચડાવવા માટે એ જમાનામાં કુલ એંસી હજાર રૂપિયાનાં તો દોરડાં વપરાયાં હતાં. આ વિશાળ કાર્ય માટે પથ્થર ઘડનાર સલાટો અને શિલ્પીઓ ધ્રાંગધ્રા, હળવદ, વઢવાણ, ધોરાજી, અમરેલી, ગોંડલ, જૂનાગઢ, રાજકોટ, જામનગરથી અને છેક રાજસ્થાનના મકરાણાથી બોલવવામાં આવ્યા હતા. મજૂરી માટે તળાજાના મજૂરો આવ્યા હતા. મુંબઈ-કોંકણના ઘાટીઓને પણ ત્યાં લઈ જવામાં આવ્યા હતા. પાસેના ઘેટી અને આદપર ગામના કોળી લોકો પણ સખત મજૂરીનું કામ કરતા. સેંકડો-હજારો મજૂરો અને સલાટોને કારણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72