Book Title: Sheth Moti Shah Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 59
________________ ४८ શેઠ મોતીશાહે આ રીતે ચોપડે લખેલી રકમો માંડી વાળી હતી. પરંતુ ચોપડે લખ્યા વગર નાનીમોટી રકમની મદદ તો ઘણા લોકોને એમણે કરી હતી. એ દિવસોમાં ધર્માદામાં એમણે ખરચેલી મોટી મોટી રકમોનો સરવાળો અઠ્ઠાવીસ લાખ રૂપિયાથી વધુ થાય છે. પોતાના વસિયતનામામાં પોતાના પુત્રને મળનારી મિલકત તો ત્યારે એમની પાસે પાંત્રીસ લાખ રૂપિયાથી વધુ હતી. જે જમાનામાં મજૂરો અને કારીગરોને આખા દિવસની મજૂરી એક આનો (છ પૈસા) મળતો એ દિવસોમાં શેઠ મોતીશાહની સંપત્તિ અને દાનની રકમો આશ્ચર્યમુગ્ધ કરી દે એવી છે. ઐતિહાસિક પુરાવા ન હોય તો લોકો આને કપોળકલ્પના કહે. શેઠ મોતીશાહને શત્રુંજય ઉપર પ્રતિષ્ઠા કરાવવાની અદમ્ય ભાવના હતી, પરંતુ ભાવિ કંઈક જુદું જ હતું. તેમણે પોતાના પુત્ર ખીમચંદભાઈને ભલામણ કરતાં કહ્યું હતું, “મારે પ્રતિષ્ઠા જરૂર કરવી છે, પણ ગોડીજી મહારાજનો હુકમ હશે તેમ થશે. મારું શરીર પડી જાય તો શોક કરવો નહિ, શોક પાળવો નહિ, લીધેલ મૂરત ફેરવવું નહિ અને મારી ખોટ જણાવા દેવી નહિ.' પ્રતિષ્ઠાનું મુહૂર્ત સં. ૧૮૯૩ના મહા વદ બીજનું હતું, પરંતુ સં. ૧૮૯૨ના પર્યુષણ દરમિયાન ભાદરવા સુદ એકમને રવિવારના રોજ, મહાવીર-જન્મ-વાચનને દિવસે મુંબઈમાં શેઠ મોતીશાહનો ચોપન વર્ષની વયે સ્વર્ગવાસ થયો. એમના સ્વર્ગવાસના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72