Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 61
________________ ૫૦ નીકળેલો એ વરઘોડો દોઢ માઈલ લાંબો હતો. આખું મુંબઈ એ જોવા માટે ઊમટ્યું હતું. શેઠ ખીમચંદભાઈ અને એમનાં ધર્મપત્ની ગુલાબબહેન હાથી ઉપર અંબાડીમાં બેઠાં હતાં. આખા શહેરમાં ફરી સંઘ વહાણોમાં બેસવા માટે બંદરે જવાનો હતો. ટોપીવાળા અંગ્રેજો, મોટા અધિકારીઓ સહિત, આ વરઘોડો જોઈને આશ્ચર્યમુગ્ધ થયા હતા. સંઘ સીધો જ્યારે બંદરે ગયો ત્યારે જમશેદજીએ મોટું ઉદાર મન રાખીને આ શેઠ મોતીશાહના પોતાના ઉપર થયેલા અનેક ઉપકારોને યાદ કરીને બંદર ઉપર જઈને ખીમચંદભાઈને એક લાખ રૂપિયા ભેટ ધર્યા હતા. ખીમચંદભાઈએ એ ભેટ-રકમ પ્રેમથી સ્વીકારી હતી. લગભગ દોઢસો વર્ષ પહેલાં લાખ રૂપિયાની એ રકમ નાનીસૂની નહોતી. મોતીશાહે અન્ય કોમના લોકો સાથે પણ કેવા ગાઢ સંબંધો બાંધ્યા હશે અને નિસ્વાર્થભાવે અનેક લોકો ઉપર કેટલા બધા ઉપકારો કર્યા હશે તે આવી ઘટનાઓ દ્વારા સમજાય છે. એમની સુવાસ કેટલી બધી હશે કે એમના અવસાન પછી પણ માત્ર એ પુણ્યાત્માના એક માત્ર સ્મરણને લક્ષમાં રાખીને, અનાદર થતો હોય તો પણ થવા દઈને સર જમશેદજી બેરોનેટ જેવી ખ્યાતનામ વ્યક્તિ પોતાના મિત્રના પુત્રને લાખ રૂપિયા જેવી રકમ ભેટ આપવા બંદર ઉપર સામેથી પહોંચી જાય. એ ઘટના શેઠ મોતીશાહ અને શેઠ જમશેદજી બંને કેવા દરિયાવદિલ હતા તેને પરિચય કરાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72