Book Title: Sheth Moti Shah Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 55
________________ ४४ જમવાની વ્યવસ્થા બરાબર કરવામાં આવી હતી. એ દિવસોમાં પાણીના નળ નહોતા. એટલે બધાંને પાણી બરાબર મળી રહે અને પ્રતિષ્ઠાના દિવસોમાં આવેલા સંઘોનાં માણસોને ચોવીસ કલાક પાણી મળી રહે એ માટે એક ખાસ મોટી વાવ ખોદાવવામાં આવી હતી. લોકો એને “મોતીવાવ” કહેતા. કેટલાક લોકો એ વાવમાં ઊતરીને પાણી ભરતા. તદુપરાંત “કોશ' દ્વારા એમાંથી આખો દિવસ પાણી કાઢવામાં આવતું. (પાલિતાણામાં નળ આવ્યા પછી પડતર રહેલી એ વાવ પુરાઈ ગઈ છે.) શેઠ મોતીશાહ જ્યારે જ્યારે મુંબઈથી ઘોઘા-મહુવા જવાના હોય ત્યારે ત્યારે પાલિતાણા જઈ દેરાસરના બાંધકામ ઉપર જાતે દેખરેખ રાખતા. કેટલીક વાર એ માટે જ ખાસ મુંબઈથી પાલિતાણા જતા. એમના જેવા મોટા વેપારીને ઘણા બહોળા વેપારને કારણે મુંબઈમાં સતત હાજર રહેવું અનિવાર્ય થઈ પડતું, તો પણ વચ્ચે વચ્ચે સમય કાઢી તેઓ પાલિતાણા જઈને કામકાજ નિહાળી આવતા. કેટલીક વાર પોતાના માણસોને તે માટે મોકલતા. આ બધા કામની મુખ્ય જવાબદારી એમના મુખ્ય મુનીમ શેઠ અમરચંદ દમણીની રહેતી. તેઓ પણ શેઠની જેમ જ આ બધા કામનો વહીવટ કરવામાં ઘણા કુશળ હતા. મોતીશાહે એ ટૂકમાં પોતાના મુનીમ, આડતિયા વગેરેનાં નામથી પણ મંદિરોદેરીઓ બંધાવી આપવાની યોજના કરી હતી. શેઠે શત્રુંજય ઉપર જિનમંદિર બંધાવવાનો નિર્ણય કર્યો ત્યારે એમની ઉમર ૪૭ વર્ષની હતી. એમણે અંદાજ મૂકી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72