Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 53
________________ અને ભરણી કરી જમીન ઊંચી અને સમથલ કરવામાં આવે તો ત્યાં વિશાળ દેરાસર થઈ શકે. તળાવ અને એનો લગભગ બસો ફૂટ ઊંડો ખાડો પૂરવામાં ઘણો બધો ખર્ચ થાય, પરંતુ શેઠે ખર્ચની સામે ન જોતાં સ્થળની વિશાળતા અને મંદિરની કલાત્મકતાને વધુ પ્રાધાન્ય આપ્યું. ત્રણ શિખર, ત્રણ ગભારા અને ત્રણ મજલાનું દેવવિમાન જેવું મુખ્ય દેરાસર બાંધવાનું નક્કી થયું. બીજાં પણ દેરાસરોની યોજના થઈ. એ સમયે જિનમંદિર માટે ડુંગર ઉપર અનુકૂળ જગ્યાની પસંદગી કરવા જ્યારે મુંબઈથી વહાણમાં શેઠ મોતીશાહ પાલિતાણા ગયા ત્યારે અમદાવાદના નગરશેઠ શેઠ હેમાભાઈ પણ પાલિતાણા આવ્યા હતા. શત્રુંજય પર્વત ઉપર ફરીને યોગ્ય જગ્યાની તપાસ કરવા તેઓ બંને ઇચ્છતા હતા. શેઠ હેમાભાઈને પણ શત્રુંજય ઉપર ટ્રક બંધાવવાની ભાવના હતી. એક ટેકરી ઉપર આદીશ્વર દાદાની ટૂક હતી અને બીજી ટેકરી ઉપર અભૂત(અદબદજી દાદા)ની ટૂક હતી. ત્યાં ઊભાં રહીને તેઓ બંને ચારે બાજુ નજર કરી વિચાર કરતા હતા. વચ્ચે કુંતાસરની બસો ફૂટ ઊંડી વિશાળ ખીણ હતી. ઉપરથી ખીણનાં માણસો વેંત જેટલાં દેખાતાં. પણ પૂરવામાં આવે તો વિશાળ સપાટ જગ્યા મળે અને યાત્રિકોને ખીણની ચડ-ઊતર કરવાની તકલીફ ન પડે. પરંતુ આવડી મોટી ખીણ પૂરવાનો વિચાર આવવો એ જ સ્વપ્ન જેવી નવાઈની વાત ગણાય. શેઠ મોતીશાહે જ્યારે એ વિચાર દર્શાવ્યો ત્યારે શેઠ હેમાભાઈ આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. અલબત્ત શેઠ મોતીશાહની શક્તિની તેમને ખબર હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72