Book Title: Sheth Moti Shah Author(s): Ramanlal C Shah Publisher: Mumbai Jain Yuvak SanghPage 51
________________ ૪૦ બાર વર્ષે નાનજી શેઠ પાછા આવ્યા. કુટુંબ સાથે અને મોતીશાહ શેઠ સાથે મેળાપ થયો. ચીનમાં સારો વેપારધંધો થવા લાગ્યો એટલે નાનજી શેઠ ત્યાં વધુ રોકાઈ ગયા હતા. એમના પાછા આવવાથી બધે હર્ષ છવાઈ ગયો. મોતીશાહ શેઠે, એ વહાણના માલ દ્વારા લાખો રૂપિયાની જે કમાણી થઈ હતી તે બધી કમાણી આટલું બધું કષ્ટ ઉઠાવનાર નાનજી શેઠને આપી દીધી. વળી પોતાનું એ વહાણ પણ નાનજી શેઠને ભેટ તરીકે આપી દીધું. મોતીશાહ શેઠની ઉદારતાની ભારે પ્રશંસા થઈ. ચીનની સફર કરી આવવા બદલ નાનજી શેઠ “ચીનાઈ' તરીકે ઓળખાવા લાગ્યા. શેઠ નાનજી ચીનાઈએ પણ ત્યારપછી પોતાની શુભ ભાવના દર્શાવવા શત્રુંજય ઉપર મોતીશાહની ટૂકમાં એક દેરાસર પોતાના તરફથી બંધાવ્યું હતું. પાલિતાણામાં ધર્મશાળા શેઠ મોતીશાહે મુંબઈ ઉપરાંત અન્ય સ્થળોએ જે કેટલાંક મહત્ત્વનાં કાર્યો કરાવ્યાં તેમાં પાલિતાણામાં ધર્મશાળા અને શત્રુંજય તીર્થ ઉપર ટ્રક બંધાવી તે કાર્યો ઘણા જ મહત્ત્વનાં રહ્યાં છે. શત્રુંજય તીર્થની વારંવાર યાત્રાએ જતાં યાત્રાળુઓને પડતી અગવડનો ખ્યાલ મોતીશાહને આવ્યો હતો. પાલિતાણામાં એક મોટી ધર્મશાળાની ઘણી આવશ્યકતા છે એમ વિચારી એ સમયે લગભગ રૂપિયા ક્યાશી હજારના ખર્ચે એમણે વિશાળ ધર્મશાળા બંધાવી હતી. પાલિતાણામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72