Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 44
________________ હું અન્નપાણી પણ લઈશ નહિ.' આ સમાચાર વાયુવેગે આખા મુંબઈમાં પ્રસરી ગયા અને હિન્દુ તેમજ અન્ય સમાજમાં હાહાકાર મચી ગયો. હજારો લોકો કામધંધો પડતો મૂકીને મંદિરમાં એકઠા થઈ ગયા. કેટલાક વૈષ્ણવોને મંગળાનાં દર્શન પછી અન્નપાણી લેવાનો નિયમ હતો. તેઓ ભૂખ્યા થયા. પરંતુ ગોસાંઈજી મહારાજ પોતાના નિર્ણયમાં મક્કમ હતા. કંઈક માર્ગ કાઢવો જ જોઈએ એમ બધાંને લાગ્યું. મુંબઈનાં બધાં મહાજનોના આગેવાનો તરત એકત્ર થયા. વાટાઘાટો ચાલી. જીવદયાનું કામ મહત્ત્વનું છે એ સૌનાં હૈયે વસ્યું હતું. એટલે એમાં સહકાર આપવા સૌએ તત્પરતા બતાવી. મુંબઈ બંદર ઉ૫૨ તો મોટા પાયે માલની હેરફેર થતી. એના પર લાગો નાખવામાં આવે તો પાંજરાપોળના નિભાવ માટે, જીવદયાના કામ માટે આપોઆપ નિયમિત મોટી રકમ મળ્યા કરે અને વખતોવખત ઉઘરાણાં કરવાં ન પડે. જીવદયા માટે ટિપ દોસાંઈજી મહારાજ પ્રત્યે સૌ નગરજનોને બહુ આદર હતો. એમણે કોઈ સ્વાર્થનું નહિ પણ પરમાર્થનું, મૂંગાં જનાવરો પ્રત્યે દયાનું કામ હાથમાં લીધું હતું. એમાં અંગત કોઈનો સ્વાર્થ ન હતો. એમાં ભારતીય ધર્મપરંપરાની ઊંચી ભાવના હતી. સાડાચારસો જેટલા હિન્દુ, જૈન, પારસી અને વહોરા આગેવાન વેપારીઓએ અને મહાજનના અગ્રણીઓએ તાબડતોબ માંહોમાંહે વાટાઘાટો કરીને સ્વેચ્છાએ હોંશથી Jain Education International ૩૩ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72