Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 42
________________ ૩૧ શેઠે કહ્યું, ‘પ્રેમથી આપનાં ચરણોમાં ધર્યા છે, અને આપે એ સ્વીકારવાના જ છે.' ગોસાંઈજી મહારાજ મોતીશાહ શેઠના પ્રેમનો અસ્વીકાર કરી શક્યા નહિ. તેમણે ગળગળા થઈને કહ્યું, ‘શેઠ, મારે લાયક કોઈ કામ હોય તો કહેજો.' ‘અમારે તો શું કામ હોય ? આપને કંઈ મારું કામ હોય તો જરા પણ સંકોચ રાખશો નહિ.' ગોસાંઈજી મહારાજના મનમાં હતું કે શેઠ મોતીશાહ માટે કંઈક તો કરી છૂટવું જોઈએ. તેમણે ફરી આગ્રહપૂર્વક કહ્યું, ‘શેઠ, આપ તો ઘણા શ્રીમંત છો. બધું કરી શકો તેમ છો. તેમ છતાં સેવાનું એકાદ કામ મને ચીંધશો તો મારા જીવને આનંદ અને સંતોષ થશે.' મોતીશાહ શેઠે કહ્યું, ‘અનેક જીવોનું કલ્યાણ થાય એ જ મારી ભાવના છે. મુંબઈમાં અત્યારે મોટો પ્રશ્ન તો મૂંગાં જનાવરોનો છે. ગોરા લોકો તેને નિર્દયતાથી મારી નાખે છે. બિચારાં જનાવરોનું કોઈ નથી. મેં પાંજરાપોળનું કામ ઉપાડ્યું છે. એ માટે પુષ્કળ પૈસા આપ્યા છે, પરંતુ એ તો ઘણો મોટો નિભાવખર્ચ માગી લે એવું ગંજાવર કામ છે. પેઢીઓ સુધી તે ચલાવવાનું છે. આપને ઠીક લાગે તો તે માટે કોઈ ગૃહસ્થને યથાશક્તિ પ્રેરણા કરશો તો આનંદ થશે.' એટલું કહેતાંમાં તો મોતીશાહ શેઠની આંખો ભીની થઈ ગઈ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72