Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 40
________________ વિશાળ વાડીમાંની જગ્યામાંથી મોટી જગ્યા રૂ. ૧૦,૦૦૦માં પોતાને માટે ખરીદી લીધી હતી. કોટ બહાર પાંજરાપોળ કરવા માટે એ જગ્યા યોગ્ય લાગી. તેમણે પોતાની એ જગ્યામાંથી રૂ. ૧૮,૦૦૦ની કિંમતની જગ્યા પાંજરાપોળ કરવા માટે ભેટ આપી. ઉપરાંત પાંજરાપોળના બાંધકામ માટે એટલી જ મોટી રકમ આપી. જુદા જુદા શ્રેષ્ઠીઓ પાસે ઉઘરાણું કર્યું અને તેમાં પણ સારી રકમ મળી. પારસી ગૃહસ્થોએ પણ તેમાં ઘણો સારો ફાળો આપ્યો. એમાં સર જમશેદજી જીજીભાઈ અને શેઠ બમનજી હોરમસજી વાડિયાએ ઘણી મોટી રકમ નોંધાવી હતી. સૌથી વધુ ફાળો જૈનોનો હતો. તેત્રીસ જેટલા જૈન ગૃહસ્થોએ મળીને લગભગ દોઢ લાખ રૂપિયા એકઠા કર્યા હતા. પાંજરાપોળનો વિચાર કૂતરાંઓની રંજાડને લીધે થયો. પણ એમાં ગાય, બળદ, ઘેટાં, બકરાં, ઉદર, કબૂતર વગેરે જીવો માટે પણ વ્યવસ્થા થઈ. દિવસે દિવસે પાંજરાપોળમાં ઘણાં ઢોર આવતાં ગયાં. નિભાવખર્ચ ઘણું મોટું થઈ ગયું. | દોઢસો વર્ષ પહેલાં મુંબઈમાં કોટમાં શાંતિનાથ ભગવાનનું દેરાસર બંધાયું હતું. તેમાં પણ સૌથી મોટો ફાળો શેઠ મોતીશાહનો હતો. એ દેરાસરની બાજુમાં જ તેમણે પોતાને રહેવા માટે મકાન બાંધ્યું હતું. તે દિવસોમાં મુંબઈના શ્રાવકોને જૈન સાધુઓનો યોગ સાંપડતો નહિ, કારણ કે ગુજરાતમાંથી મુંબઈ તરફ આવતાં વચ્ચે વસઈના દરિયાની ખાડી આવતી હોવાથી પગપાળા વિહાર કરીને મુંબઈ સુધી પહોંચવાની સાધુઓને અનુકૂળતા નહોતી. વૈષ્ણવ મંદિરમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72