Book Title: Sheth Moti Shah
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 46
________________ ૧૮૯૧ના નવા-કાર્તિકી વર્ષથી લેવાનું નક્કી કરવામાં આવ્યું. લાગાની આ શરત પ્રમાણે પાંજરાપોળને દર વર્ષે લગભગ ત્રણ લાખ રૂપિયા જેટલી ઘણી મોટી રકમ મળવા લાગી. લગભગ દોઢસો વર્ષ પહેલાં દર વર્ષે ત્રણ લાખ રૂપિયા જેટલી આ જંગી રકમ મળતાં ગાય, બળદ, કૂતરાં અને બીજાં મૂંગાં પ્રાણીઓના નિભાવ માટે પાંજરાપોળને કશી જ ચિંતા નહિ રહી હોય. શેઠ મોતીશાહ અને ગોસાંઈજી મહારાજના પ્રખર પુણ્યની એ પ્રતીતિ કરાવે છે. સી. પી. ટેન્ક પાસેની પાંજરાપોળની વિશાળ જગ્યામાં અનેક ઢોર-જનાવરોને રાખવામાં આવતાં હતાં. એમ છતાં વધુ અને વધુ ઢોર-જનાવરો આવવા લાગ્યાં હતાં. જગ્યા સાંકડી પડવા લાગી. થોડાં વર્ષો પછી એ બધાંને સમાવવાનો પ્રશ્ન ઊભો થયો ત્યારે શેઠ મોતીશાહે એ પરિસ્થિતિ જોઈને તે સમયના મુંબઈની નજીક ચામડ (ચાંબુડ - ચેમ્બર) નામના આખા ગામની જમીન પોતાના ખર્ચે વેચાતી લઈ લીધી અને ત્યાં હજારો જાનવરોને રાખવામાં આવ્યાં. દોઢસો વર્ષ પહેલાં શેઠ મોતીશાહ, ગોસાંઈજી મહારાજ અને પારસી સદ્ગહસ્થોએ જીવદયાનું કેવું ભગીરથ કાર્ય કર્યું હતું તેનો ખ્યાલ મુંબઈનો જૂનો ઇતિહાસ વાંચતાં આવે છે. પારસીઓનો ફાળો પારસીઓ માંસાહારી હતા તો પણ શેઠ મોતીશાહના સંપર્કમાં આવ્યા પછી જીવદયાના કામમાં હોંશથી લાગી ગયા હતા. એમાં શેઠ જમશેદજી જીજીભાઈ, શેઠ બમનજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72